ગૃહણીઓ માટે સરકાર ની આ નવી યોજના, રસોઈ બનાવવા માટે ગેસ કરતા આ છે સસ્તું વિકલ્પ, જાણો શું છે સરકાર નો નવો પ્લાન?

વીજમંત્રી આર.કે સિંહ દ્વારા જણાવાયુ કે સરકારે ગરીબો ની મદદ અર્થે ભોજન બનાવવા માટે વ્યાપક સ્તરે વિજળી ના ઉપયોગ ને પ્રોત્સાહિત કરવા પર વિચારણા કરી રહી છે. વીજ મંત્રાલય ના નિવેદન પ્રમાણે તેમણે જણાવ્યુ કે સમાજના ગરીબ વર્ગને પોતાની રોજિંદા જરૂરિયાતો પુરી પાડવા સસ્તા વિકલ્પના રૂપે વીજળી ઉપલબ્ધ કરાવવામા આવશે. જેના લીધે ન કેવળ દેશ આત્મનિર્ભરતા તરફ જશે પણ આયાત પર નિર્ભરતા ઓછી કરવામા પણ મદદ મળશે. તેમણે એનટીપીસી ના નબીનગર, બાઢ તેમજ બરોનીમા ક્રમશઃ સર્વિસ બિલ્ડિંગ, શોપિંગ મોલ તેમજ મેન પ્લાન્ટ કેન્ટીનનુ ઉદ્ધાટન કરતા સમયે કહ્યુ કે આ કેન્દ્ર બિહાર ના લોકો તેમજ એનટીપીસી ના કર્મચારીઓ ની સુવિધા માટે બનાવવામા આવ્યા છે.

સમગ્ર દેશની પાયા ની જરૂરીયાતો વીજળી પર નિર્ભર રહેશે

આર.કે સિંહે કહ્યું કે વીજળી ભારત નુ ભવિષ્ય છે તેમજ આવનાર સમયમા દેશ ની મોટાભાગ ની પાયા ની જરૂરીયાતો આ વીજ શક્તિ પર નિર્ભર રહેશે. સાથે જ સરકારે મંત્રાલય સ્તર પર એક પાવર ફાઉન્ડેશન ના ગઠન નો પ્રસ્તાવ પણ રજુ કર્યો છે. ભોજન પકવવાના કામમા માત્ર વીજ નો ઉપયોગ કરવો શામેલ છે. તેમાં ન કેવળ આપણી અર્થવ્યવસ્થા આત્મનિર્ભર થશે પરંતુ સાથોસાથ આયાત પર નિર્ભરતા ઓછી કરવામા પણ મદદ મળશે. આપણી સરકાર ગરીબોના કલ્યાણ માટે કાર્યરત છે તેમજ આ પગલુ સમાજ ના ગરીબવર્ગ ને ભોજન બનાવવા માટે સસ્તો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.

મોદીજી તરફ થી આ યોજના ઉપર અપાશે ભાર

તેમણે વધુ ઉમેરતા કહ્યું કે વડાપ્રધાનશ્રી મોદીજીએ લોકડાઉન ના સમયે પણ ગરીબો ને ધ્યાનમા રાખી પી.એમ આવાસ યોજના તેમજ તમામ ઘરો માટે વિજળી જેવી યોજનાઓ પર કામ કરવાનુ ચાલુ રાખવાની છે. તેમણે એનટીપીસી ના જુદા-જુદા પ્રયત્નો ની સરાહના કરી કે જે દેશના આર્થિક વિકાસ ની દિશામા આ વીજ ઉત્પાદક કંપની ની પ્રતિબદ્ધતા ને દર્શાવે છે.

તમામ રાજ્યો ની પ્રગતિ મા ઉલ્લેખનીય ભાગીદારી

તેમણે જણાવ્યુ કે સદેવ થી સાર્વજનિક ઉપક્રમો ની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠતા જ હોય છે પરંતુ એનટીપીસી તેમજ બીજા સાર્વજનિક ઉપક્રમો ના પ્રદર્શન ને જોઈએ તો એ સ્પષ્ટ છે કે તેમના પ્રયત્ન બીજી ખાનગી કંપનીઓ થી પણ સારા રહ્યા છે તેમજ પ્રગતિ ની સાથોસાથ લાભ પણ કરી રહ્યા છે. હું એનટીપીસી ના આ કાર્ય બદલ આભાર વ્યક્ત કરુ છુ. જેમના થી રાષ્ટ્ર નિર્માણ હેતુ બિહાર તેમજ બીજા રાજ્યો ની પ્રગતિમા ઉલ્લેખનીય ભાગીદારી ની ભુમિકા નિભાવી છે.

વીજ દ્વારા ભોજન બનાવવા ના આ પગલા ને પ્રોત્સાહન

આ સમારોહ પર એનટીપીસી ના વડા અને પ્રબંધ નિર્દેશક ગુરદીપ સિંહે જણાવ્યુ કે એનટીપીસી ભોજન પકાવવા માટે વીજળી ના ઉપયોગ ને પ્રોત્સાહિત કરવા માટે આ સંભવ પગલુ ભરી રહ્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણે દેશભરમા આ મોડલ નું અનુસરણ કરી શકશુ. તેમણે જણાવ્યું કે એનસીપી ની બિહારમા ત્રણ હજાર મેગાવોટ ક્ષમતા ની પરિયોજના હાલ નિર્માણ પામી રહી છે તેમજ કંપની રાજ્ય ની પ્રગતિમા યોગદાન આપવાનુ ચાલુ રાખશે. એનટીપીસી સમૂહ ની કુલ સ્થાપિત ક્ષમતા ૬૨,૯૦૦ મેગાવોટ છે. તેના ૭૦ જેટલા વીજઘર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *