ઘરની ધૂળ પણ બની શકે છે સોનુ, ઘરના મંદિરે જ બન્ને પતિ-પત્નિએ નિયમિત સાથે કરવુ આ મંત્ર નુ ઉચ્ચારણ, પછી જુઓ જોવા મળશે આવા લાભ…

મિત્રો, વર્તમાન સમયમા ધન-સંપત્તિ એ માણસની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે કારણકે, માનવજીવનની તમામ ભૌતિક જરૂરિયાતો પૈસા દ્વારા પૂરી થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે, સંપત્તિ અને સમૃદ્ધિ આપનાર દેવીમાતા ફક્ત એક જ છે માતા લક્ષ્મી. માતા લક્ષ્મી એ પ્રભુ નારાયણના પત્ની છે. માતા લક્ષ્મીજીએ પ્રભુ નારાયણને તેમના પતિ તરીકે પસંદ કર્યા, જેનાથી તેમની શક્તિઓને વધુ પ્રબળ હોય તેમ માનવામા આવે છે.

આપણા હિન્દુ ધર્મમા એવી પ્રચલિત માન્યતા છે કે, જ્યા માતા લક્ષ્મીજી વસવાટ કરે છે અને જે ઘરમા તેમનો વાસ થતો હોય ત્યા ધન અને સંપત્તિની ક્યારેય ઉણપ સર્જાતી નથી. શાસ્ત્રો મુજબ શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમા કહેવામા આવ્યુ છે કે, શુક્રવારના રોજ દેવીમાતા લક્ષ્મીને અમુક વસ્તુઓ અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે. તે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ, નામ અને ખ્યાતિ પણ આપે છે.

આપણે સૌ જાણીએ છીએ કે, સ્ત્રીઓમા માતા લક્ષ્મી શરમ , ક્ષમા , નમ્રતા અને સ્નેહના સ્વરૂપમા રહે છે. દેવીમાતા લક્ષમીની ગેરહાજરીમા ઘરમા વિખવાદ , લડાઈ-ઝઘડાઓ વગેરે થાય છે. આ સિવાય જે ઘરમા સ્ત્રીઓનુ સન્માન ના થાય ત્યા તે ઘરનો માતા લક્ષમી ત્યાગ કરે છે, તેથી ઘરની સ્ત્રીઓનુ હમેંશા સન્માન કરવુ. આ સિવાય શુક્વારના દિવસે જો માતા લક્ષ્મીને સોળે શણગાર શણગારવામા આવે તો ઘરમા ક્યારેય પણ સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેતો નથી.

આજે અમે તમને દેવીમાતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક વિશેષ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ, જો પતિ-પત્ની ઘરમા માતા લક્ષ્મીની સામે આ મંત્રનો એકસાથે જાપ કરશે તો તમારા જીવનની સંપત્તિ અને માતા લક્ષ્મીની અપાર સંપત્તિને લગતી બધી સમસ્યાઓ દૂર કરશે. તેમની અસીમ કૃપા તમારા ઉપર બની રહેશે.

તમને જણાવીએ કે, તમારે શુક્રવારે તમારે આ મંત્રનો જાપ કરવો પડશે અને તેની સાથે તમારે અમુક વિશેષ બાબતોની કાળજી પણ લેવી પડશે. તમારે આ મંત્રનો જાપ કરવા માટે વહેલી સવારે જાગવુ પડશે. ત્યારબાદ સ્નાન કરી પૂજા માટે બેસો અને ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો મહાશક્તિશાળી મંત્ર ‘ઓમ શ્રી શ્રીયે નમઃ’ નો ૧૦૮ વાર જાપ કરવો.

મંત્રનુ મંત્રોચ્ચારણ પૂર્ણ કર્યા બાદ માતા લક્ષ્મીને મિશ્રી અને ખીર ચડાવો. ત્યારબાદ સાત વર્ષથી ઓછી ઉંમરની બાળાઓને ભક્તિપૂર્ણ ભોજન પ્રદાન કરો અને આહારમા ખીર અને સુગર કેન્ડી ખવડાવો. જો તમે આ ઉપાય નિરંતર ત્રણ શુક્રવારે કરો છો, તો તેની સીધી અસર તમારા જીવન પર જોવા મળશે અને માતાની કૃપા તમારા પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *