ઘર માંથી કાયમી માટે ઉધઈને દુર કરવાનો આ છે જબરદસ્ત ઉપાય, જાણો તમે પણ…

ઉધઈ, કીડીની માફક ઝુંડમા જોવા મળે છે. તે આપણા લાકડાની કોઈ વસ્તુઓમાં થાય છે. તે ઉપરાંત તે ઝાડના પાંદડામાં જોવા મળે છે. તે લાકડાને એવી રીતે ખાય કે આખું લાકડું સડી જાય છે, ત્યાર બાદ તેનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નથી. તે ઘર અથવા જંગલમાં રાફડો બનાવીને રહે છે. જો કોઈ મકાન લાંબા સમયથી બંધ હોય તો તેમાં તે ઝડપથી ફેલાય જાય છે. તો આજે આપણે તેને દુર કરવાના ઉપાયો વિષે જાણીશું. કે તેને કેવી રીતે દુર કરી શકાય. તે એક વાર થાય પછી તેને દુર કરવા ખુબ મુશ્કેલ બને છે. લીમડાના લાકડાથી પણ ઉધઈ દુર થાય છે.

ગ્રેનાઇટ, રેતી કે કાચના ભૂકામાં લીમડાના લાકડાનો ભૂકો મિક્સ કરી તેને તેને દીવાલની તિરાડો પર લગાવાથી તે દુર થાય છે. કેમ કે ઉધઈને અવરજવરમાં મુશ્કેલી પડે છે માટે તે પોતાનો દર બાંધી સકતી નથી. ઘરની ચારે બાજુ લીમડાના ભુકાનું જાડુ સ્તર પાથરવાથી દરેક પ્રકારના કીડા ઘરમાં આવતા નથી. લીમડાનો ભુક્કો ઉધઈ માટે પ્રતિરોધક છે. ઉધઈનો દર હોય ત્યાં લીમડાનું અને એરંડિયાનું તેલ મિક્સ કરી તેના દરમાં નાખી શકાય છે. તીખા પણ ઉપયોગી છે. તીખા કીડાઓને ગમતા નથી તેથી તેનો ભૂકો નાખવાથી પણ કીડા દુર થાય છે.

કીડા ને દુર કરવાનો સૌથી સરળ ઉપાય ધૂપ છે. લીમડા ના પાન નો ધૂપ કરી તમારી લાકડાની વસ્તુઓ પાસે રાખવાથી કીડા દુર થાય છે. જો તમારા લાકડાની વસ્તુઓમાં ઉધઈ લાગી ગઈ હોય ત્યારે ત્રણ થી ચાર દિવસ ધૂપ કરવાથી તે દુર થાય છે. ઉધઈ કોઈ કડવી સુગંધથી પણ દુર ભાગે છે. કોઈ પણ જગ્યાયે ઉધઈ થાય ત્યાં કરેલા અથવા લીમડાનો રસ નાખવાથી તે દુર જતી રહે છે. કારેલાના રસની કડવી સ્મેલથી તે ઉધઈને ધીમે ધીમે દુર કરે છે. તેના રસને ત્રણથી પાંચ દિવસ છાંટવાથી ઉધઈ પછી આવતી નથી.

જે જગ્યા પર ઉધઈ આવે ત્યારે તેના પર નિમક છાંટવાથી પણ તે ધીમે ધીમે દુર થાય છે. ઉધઈને દુર કરવા માટે ફર્નીચરમાં સંતરાના તેલ નો સ્પ્રે મારવાથી પણ તે જલ્દી મરી જાય છે. લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરવાથી પણ ઉધઈનો નાશ થાય છે. જે જગ્યા પર ઉધઈ દેખાય ત્યાં લાલ મરચું પાવડર નાખવાથી ઉધઈ મરી જાય છે. અઠવાડિયામાં એક વાર કાપડ પર કેરોસીન લગાવા થી ઉધઈની સમસ્યા દુર થાય છે.

સાબુના ફીણથી પણ ઉધઈ દુર થાય છે. રોજ ચાર કપ જેટલું પાણી લઈ તેમાં સાબુના ફીણ નાખી તેને ફર્નીચર પર સાફ કરવાથી ઉધઈ મરી જાય છે. સાબુના પાણીથી ઉધઈ જડપથી દુર થાય છે. તે ઉપરાંત વિનેગરનો ઉપયોગ કરવાથી પણ ઉધઈ માં છુટકારો મળે છે. તે માટે વિનેગરનું પોતું લઈ ફર્નીચર પર લગાવાથી ઉધઈ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *