ગમે તેવો દાંત નો અસહ્ય દુખાવો થાય તો જરૂર થી અજમાવી જુઓ આ જબરદસ્ત ઉપાય

મિત્રો, શરીરના દુઃખાવો કોઈપણ હોય તે અત્યંત પીડાજનક હોય છે પરંતુ, જ્યારે દાંતનો દુઃખાવો થાય ત્યારે તે પીડા કોઈપણ પ્રકારે મટતી નથી. જ્યારે તમે કઈક ભોજન કરો છો તો એકાએક દાંતમા દુ:ખાવો થાય તથા ખાવાની મજા પણ બગડી જાય છે. ઘણીવાર દાંતનો દુ:ખાવો એવા સમયે ઉપડે છે, જ્યારે દાક્તરનો સંપર્ક કરવો મુશ્કેલ પડી જાય છે. આજે આ લેખમા આપણે આ દાંતની અસહ્ય પીડામાંથી મુક્તિ મેળવવા માટેના અમુક ઘરગથ્થુ ઉપચાર વિશે માહિતી મેળવીશુ.

ઘરગથ્થુ ઉપાય :

જે લોકો દાંતના દુ:ખાવાની સમસ્યાથી પીડાતા હોય તેમણે લવિંગનુ ઓઈલ ગરમ કરી રૂ વડે આખા દિવસમા ત્રણ થી ચાર વખત દાંત પર લગાવવુ, જેથી આ પીડામા રાહત મળે છે.

આદુ નો પાવડર પણ દાંતમા થતી પીડાને દૂર કરવા માટે પેઇનકિલર ની માફક કાર્ય કરે છે. જો તમે આદુની પેસ્ટ તૈયાર કરીને દુઃખતા દાંત પર લગાવો અને પછી કોગળા કરી લો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી જશે.

આ સિવાય જો તમે હિંગ ની પેસ્ટ બનાવીને રૂ વડે દાંત પર લગાવો તો પણ તમે આ દાંતની પીડામાંથી મુક્તિ મેળવી શકો છો.

ડુંગળીમા પણ પુષ્કળ માત્રામા એન્ટી-બેક્ટેરિયલ ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે ડુંગળીના નાના ટુકડા કરીને દુખતા દાંત પર લગાવો તો તમને દાંતમા થતી પીડામાંથી તુરંત રાહત મળી શકે છે.

જો તમે લસણની કળીઓને પીસીને તેમા નમક ઉમેરી આ પેસ્ટ ને તમારા દુખતા દાંત પર લગાવો તો તમને પીડામાંથી તુરંત રાહત મળે છે.

જો તમે એક પાત્રમા જમરૂખના પાંદડા અને નમક મિક્સ કરી તે પાણીના કોગળા કરો તો તમને આ દાંતના દુઃખાવામાથી તુરંત રાહત મળી શકે છે.

જો તમે રૂ ને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર રાખી મુકો તો તમને તુરંત આ પીડામાંથી રાહત મળે છે.

જ્યારે પણ તમે દાંતના દુ:ખાવાની સમસ્યાથી પીડાવ ત્યારે બાફેલા બટાકા, ખાંડ વિનાનુ મિલ્કશેઈક, જ્યુસ, કેળું, મસાલા વિનાનુ ભોજન વગેરેનુ સેવન કરો તો તમને આ પીડામાંથી તુરંત રાહત મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *