ગમે તેવી મોટી પથરી હોય તેને દુર કરવા માટે જરૂરથી અજમાવી જુઓ આ ઘરેલું ઉપાય, જાણો તમે પણ…

આજના ઝડપી યુગમાં લોકોને પોતાના સ્વાસ્થ્ય સાચવવા માટેનો સમય નથી. તેથી ક્ષારવાળું પાણી પીવાથી કેટલાક લોકોને પથરી જેવી સમસ્યાઓ થાય છે. તેનો દુ:ખાવો ખુબ જ અસહ્ય થાય છે. તેની કેટલીક દવાઓ અને ઓપરેશન કરવાથી પણ તેમાથી છુટકારો મળતો નથી. તે દવાઓની શરીરમાં કેટલીક અસર થાય છે. તેથી કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી આ બીમારી દૂર કરી શકાય છે.

લીંબુ એ પથરી માટે ખૂબ જ ઉપયોગી બને છે. તેમાં એસિડ રહેલું હોય છે. તેનાથી પથરીનો ક્ષાર દૂર થઈ શકે છે. તેના રસમાં થોડું સિંધવ નમક નાખીને પીવાથી તે થોડા સમયમાં બહાર નીકળી જાય છે. તેનો નિકાલ પેશાબ દ્વારા થાય છે. આ સમસ્યા ધરાવતા લોકોને લીંબુ શરબત પીવાથી ઘણો ફાયદો થાય છે.

ગાયના દૂધની છાશ શરીરમાં ખૂબ ફાયદો કરે છે. તેમાં થોડી મીઠું નાખીને નિયમિત પીવાથી પથરી જેવી સમસ્યા ધીમે-ધીમે દૂર થાય છે. તે મૂત્રાશય દ્વારા પેશાબમાંથી બહાર નીકળે છે. છાસ પીવાથી પાચનશક્તિ ખૂબ સારી રહે છે .તેથી શરીરમાં ક્ષારનું પ્રમાણ ઓછું રહે છે.

નારિયેર પાણીમાં થોડો લીંબુનો રસ નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેને નિયમિત પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. આ સિવાય કારેલાંનો રસ છાશમાં નાખીને પીવાથી શરીરની અનેક બીમારીઓ પણ દૂર થાય છે.

કળથીને પાણીમાં પલાળીને તેનું પાણી બીજા દિવસે પીવાથી પથરીની બીમારી દૂર થાય છે. તેનું સૂપ બનાવી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તે સૂપને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે.

મહેંદીના પાનનો ઉકાળો કરીને પીવાથી પથરી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આયુર્વેદમાં આવા અનેક ઉપાયોથી આપણે આવી અનેક સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ. તેના પાનનો રસ કાઢીને નિયમિત પીવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *