ગળા તેમજ છાતીના ભાગે કાળાશ ને દૂર કરવા માટે આજે જ અજમાવો આ રીત, ટૂંક સમય માં જ જોવા મળશે આવો નિખાર…

ઘણી મહિલાઓનો ચહેરો તો ગોરો હોય છે પરંતુ તેની ગરદન અને છાતીની ત્વચા એકદમ કાળી હોય છે. તેના લીધે તેની સુંદરતમાં ઘટાડો થયા છે. તે કાળશને દૂર કરવા માટે તે અનેક ઉપાયો કરતી હોય છે. પરંતુ ઘણા પ્રયત્ન કરવા છતા પણ તેમાં કોઈ અસર થતી નથી. આજે આપણે જાણીએ કે ગરદન અને છાતીને કળશ કેવી રીતે દૂર કરી શકાય. તેનાથી તમે એક સપ્તાહમાં જ કાળાશ દૂર કરી શકો છો.

લીંબુનો ઉપયોગ કરવો જોઈએ :

આ કાળાશને હટાવવા કરવા માટે લીંબુ ખૂબ ફાયદો કરે છે. તેનાથી ત્વચા પરની કાળાશ હટાવવા થાય છે. તેથી આના રસનો ઉપયોગ કરવો જોઈએ. તેનો રસ કાઢીને તમારે રૂનો ઉપયોગથી કાળી ત્વચા પર લગાવવુ અને તેને ૨૦ મિનિટ પછી હલકા ગરમ પાણીથી તેને ધોઈ લેવુ.

આ રીતે રોજે લાગવાથી ગરદન પર રહેલી કાળાશ એક સપ્તાહમાં જ દૂર થયા છે અને ત્વચામાં નિખાર આવવા લાગે છે. તેના રસમાં ખટાશ હોવાથી ત્વચાને તે સાફ કરવાનું કામ કરે છે. તેના પર જમા થયેલ મેલ લીંબુથી દૂર થાય છે. તેથી રીતે આનો ઉપયોગ કરવો જોઈએ તમને જરૂર ફાયદો થશે.

સ્ક્રબ કરવું :

સ્ક્રબ કરીને કાળાશ દૂર કરી શકાય છે અને ચમકીલી ત્વચા મેળવી શકાય છે. તેના માટે સ્ક્રબ ઘરે જ બનાવી શકો છો તેના માટે તારે ચોખા, મધ અને લીંબુનો રસ લેવાનો રહેશે. બે મોટી ચમચી ચોખા લઈ તેને સાફ કરીને તેને પીસી લેવા તેમાં મધ અને લીંબુનો રસ ભેળવીને તેને તમારે ત્વચા પર હલકા હાથે મસાજ કરવું જોઈએ.

તેને ૧૦ મિનિટ માટે સ્ક્રબ કરવું તે પછી તેને સાદા પાણીથી સાફ કરી લેવું. આને તમારે સપ્તાહમાં બે વાર લગાવવું તમે ચોખાની જગ્યાએ બદામનો પણ ઉપયોગ કરી શકો છો.

ચણાનો લોટ અને દહીં :

તમે સતત બે સપ્તાહ સુધી આને લગાવશો તો તમારી કાળાશવાળી જગ્યા દૂર થઈ જશે. તેના માટે એક ચમચ ચણાનો લોટ લઈ તેમાં દહીં ભેળવીને તેનો લેપ લગાવીને તેને કાળાશવાળી જગ્યા પર લગાવવી. તેને ૨૦ મિનિટ માટે રહેવા દેવી અને તે પછી તમારે તેને હૂંફાળા પાણીથી ધોઈ લેવું આ ઉપાય બે અઠવાડીયા સુધી કરવાથી તમને કાળી ગરદનથી છૂટકારો મળી જશે. તેનાથી ત્વચામાં ચમક વધે છે.

એલોવેરા જેલ :

આપની ત્વચા માટે એલોવેરા જેલ ખૂબ લાભદાયી છે. તેને લગાવવાથી ઘણો ફાયદો થાય છે. તમારા ઘરમાં આનો છોડ હોય તો તમે આનું જેલ કાઢીને ઉપયોગ કરી શકો છો. તેના માટે તેના પાનમાં એક કાપો કરીને તેની અંદર રહેલ જેલને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ.

તેની અંદર તમારે એક ચમચી ચંદન પાઉડર ભેળવીને તેનો લેપ બનાવીને તેને તમારે ત્વચા પર લગાવી દેવું. તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લેવું જોઈએ. આને નિયમિત રીતે લાગવાથી ત્વચામાં ચમક આવે છે. તેની સાથે તે મુલાયમ પણ બને છે.

મુલતાની માટી અને લીંબુનો રસ :

તેના માટે મુલતાની માટીની બે ચમચી લઈ તેમાં લીંબુનો રસ ભેળવીને આ લેપને તૈયાર કરવો આને તમે મોઢા પર પણ લગાવી શકો છો તેને ૧૫ મિનિટ રાખીને તેને સાદા પાણીથી સાફ કરી લેવું જોઈએ. આ બંને વસ્તુ કાળાશ દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. આ લેપને તમે હાથ અને પગ ઉપર પણ લગાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *