ગાડી ની નંબરવાળી પ્લેટમા ન કરવા ચેડા નહિતર થઇ શકે છે જેલ અને હેલ્મેટ નહીં તો ઘરે આવી જશે મેમો, આજે જ જાણીલો ટ્રાફિક ના આ નવા નિયમો…

મિત્રો, હાલ વર્તમાન સમયમા ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમા બદલાવ કરવામા આવ્યો છે. સપ્ટેમ્બર માસના પ્રારંભિક સમયકાળથી જ સંશોધિત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે દંડ વસૂલ્યાના થોડા જ દિવસો પછી રૂપાણી સરકારે મોટર વ્હીકલના નિયમો ની ઘોષણા કરી છે. હાલ, ગુજરાત રાજ્યમા ટ્રાફિક રૂલ્સ માટે નવા નિયમ ૧૬ સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુધારા કરી સરકારે તેનો સમાવેશ ફોજદારી ગુનામા કર્યો છે.

હાલ, દિન-પ્રતિદિન રસ્તા પર ટ્રાફિકનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે આજે એવો સમય આવી ચુક્યો છે કે, વાહનચાલકો ટ્રાફિકના નિયમોનુ અનુસરણ જરાપણ કરતા નથી. આવા વાહનચાલકોને હાલ સરકાર દ્વારા દંડ સ્વરૂપે ઇ-મેમો મોકલવામા આવશે. ત્યારે લોકોએ આનાથી બચવાનો તોડ પણ શોધી લીધો. આવા વાહનચાલકોએ પોતાની નંબર પ્લેટ વાળવાનુ શરૂ કરી દીધુ પરંતુ, હવે આ તોડ પણ કામ નહી લાગે કારણકે, તંત્ર દ્વારા આ માટે પણ નિયમો કડક બનાવવામા આવ્યા છે.

જો કોઈ વાહનચાલકની નંબરપ્લેટ વાળેલી હશે અથવા તો તેમા કોઇ ચેડા કરેલા હશે તો વાહન ચાલક વિરુદ્ધ આઈ.પી.સી. ની સેક્શન મુજબ ગુનો નોંધવામા આવશે. વાહનચાલકોને કાયદા નુ ભાન કરાવવા માટે હાલ ટ્રાફિક પોલીસ એક્શન મોડમા આવી છે. કાયદો અને વ્યવસ્થા કડક બનાવવા માટે તંત્ર સફાળુ જાગી ચુક્યુ છે. નાગરિકો કાયદાની મજાક બનાવતા હોય તેમ તેનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. વાહનચાલકોને આ નિયમોનુ ભાન કરાવવા માટે જ આ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની કવાયત હાથ ધરવામા આવી છે.

આર.ટી.ઓ. ની એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવાની સાથે જો કોઈપણ પ્રકારના ચેડા કરવામા આવ્યા હશે તો વાહન ચલાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાશે. આ સિવાય હેલ્મેટ ના પહેરનાર વ્યક્તિએ પણ ભારે દંડ ચુકવવો પડશે. પોલીસતંત્ર હાલ ટ્રાફિકના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ઇ-મેમો દ્વારા સક્રિય થઇ છે. હેલ્મેટ ના પહેરનાર વ્યક્તિને હવેથી ઇ-મેમો દ્વારા દંડ ફટકારવામા આવશે. આ સાથે જ વાહન માલિકની ધરપકડ કરીને તેને જેલભેગા પણ કરવામા આવશે.

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે વાત કરતા જણાવ્યુ છે કે, રસ્તામા આકસ્મિક ઘટના ના લીધે દર વર્ષે હજારો વ્યક્તિઓ વગર વાંકે પોતાનો જીવ ગુમાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલ તાજેતરમા જ નવો મોટર વ્હીકલ કાયદો લાગુ કરવાની સાથે જ એક ભારે દંડની રકમની ઘોષણા કરી હતી પરંતુ, રાજ્ય સરકારે પોતાના અધિકારનો ઉપયોગ કરતા આ દંડની રકમમાં સંશોધન કર્યુ છે. આ સાથે જ સરકારે ગ્રામ્ય વિસ્તારમા ૫૦, શહેરમા ૬૦ અને મહાનગરોમા ૭૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ સીમિત કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *