ફળો ખરીદતી વખતે તમે પણ જોયા હશે તેના પર લાગેલા આ સ્ટીકર, શું તમે જાણો છો કેમ લગાવવામા આવે છે સ્ટીકર…

મિત્રો, એક પૌરાણિક કહેવત પ્રમાણે જો તમે નિયમિત એક સફરજનનુ સેવન કરો છો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તે વાત એકદમ સાચી પણ છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ફળનુ સેવન કેટલુ લાભદાયી છે, તે કોઈને કહેવાની જરૂર નથી. ફળોમા પુષ્કળ પ્રમાણમ વિટામિન અને ખનીજ સમાવિષ્ટ હોય છે. તેના સેવનથી અનેકવિધ બીમારીઓ પણ દૂર થાય છે.

વર્તમાન સમયમા બજારમા અનેકવિધ પ્રકારના ફળો જોવા મળી રહ્યા છે. ફળો વિશે એવુ કહેવામા આવે છે કે, કોઈપણ ફળનુ સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. દરેક ફળનો સ્વાદ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. કેટલાક ફળો ખુબ જ ઓછા મૂલ્યમા પ્રાપ્ત થઇ જાય છે તો કેટલાક ફળો ખૂબ જ મોંઘા હોય છે. ઘણીવાર તમે નોંધ્યુ હશે છે કે, અમુક ફળો જે મોંઘા હોય છે, તેના પર સ્ટીકરો લગાવેલા હોય છે પરંતુ, ફાળો પર આ સ્ટીકરો શા માટે લગાવવામા આવે છે તેના વિશે મોટાભાગના લોકોને ખ્યાલ નહિ હોય, તો ચાલો જાણીએ.

ખુબ જ અગત્યની માહિતી છુપાયેલી હોય છે આ સ્ટીકરમા :

ઘણા લોકોને હેબીટ હોય છે કે જ્યારે તે ફળો ખરીદે છે ત્યારે તેમના પર સ્ટીકરો જુવે છે. ફળ પરના આ સ્ટીકરો પાસે પી.એલ.યુ. નામનો કોડ હોય છે. આ સ્ટીકરો અનેકવિધ પ્રકારનાં હોય છે અને દરેકના અર્થ જુદા-જુદા નીકળતા હોય છે. જો આપણે આ સ્ટીકરોના કોડ વિશે જાણીએ, તો આપણે તે ફળ વિશે પણ વધારે પડતી માહિતી મેળવી શકીએ છીએ. તે આપણને કયુ ફળ લેવું જોઈએ અને કયુ નહીં તે વિશેની પણ માહિતી આપે છે.

આ બાબતોને ધ્યાનમા રાખો :

આ ફળો અથવા શાકભાજી પર જે સ્ટીકરો લગાવવામા આવેલ છે અને તેના પર જે કોડ હોય છે તે એવુ દર્શાવે છે કે, આ ફળ અથવા શાકભાજી ઉગાડતી વખતે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામા આવ્યો છે એટલે કે આ ફળ અથવા શાકભાજીમા પરંપરાગત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામા આવ્યો છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખુબ જ સારુ છ તેથી, આવા સ્ટીકરોવાળા ફળો અને શાકભાજીનુ સેવન કરવાનો વધુ પડતો આગ્રહ રાખવો જોઈએ.

તમે જે ફળ અથવા શાકભાજી ખરીદી રહ્યા છો તેના સ્ટીકરો પર પાંચ અંકનો કોડ હોય છે, જેની શરૂઆત ૮ થી થતી હોય છે, તો તેનો અર્થ એ થાય છે કે, આ ફળ અથવા સબ્જી જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામા આવ્યા છે અને તે આનુવંશિક રીતે સુધારી શકાય છે એટલે કે આ ઉગાડવાની પદ્ધતિમા સુધારા-વધારા આવકાર્ય છે.

આ સિવાય તમે જે ફળ અથવા શાકભાજી ખરીદી રહ્યા છો અને તેના સ્ટીકરો પર પાંચ અંકનો કોડ હોય અને તેની શરૂઆત ૯ થી થઇ રહી હોય તો તેનો અર્થ એ કે, આ ફળ અને સબ્જી પણ યોગ્ય પદ્ધતિથી ઉગાડવામા આવ્યા છે પરંતુ, તેમાં આનુવંશિક રૂપે ફેરફાર કરી શકાતા નથી. ચોક્કસ આ માહિતી તમારા માટે ઉપયોગી બનશે. હવે જ્યારે પણ તમે ફળો અથવા શાકભાજી ખરીદવા જાઓ છો ત્યારે તેના પર સ્ટીકરો ચેક કર્યા વગર ખરીદશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *