એક જાણીતા ડાયટીશિયન દ્વારા જણાવવા મા આવ્યો ડાયાબિટીઝ ને નિયંત્રિત કરવાનો આ ઘરગથ્થુ નુસ્ખો, આજે જ ઘરે આ આઠ વસ્તુઓ ના ઉપયોગ થી બનાવો….

મિત્રો, શું તમે ડાયાબીટીસની સમસ્યાથી પીડાવ છો અને તમારા વધતા જતા બ્લડશુગરને લઈને પરેશાન છો? તો આજે આ લેખમા અમે તમારા માટે કઈક એવુ લાવ્યા છીએ કે, જે તમારી આ ડાયાબીટીસની સમસ્યામાંથી તમને મુક્તિ અપાવી શકે છે. ડાયાબીટીસ એ એવી સમસ્યા છે કે જેનાથી વિશ્વના મોટાભાગના લોકો પીડાય છે. ત્યારે આ લોકોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, શુ ખાવુ? કારણકે, સુગર અને કાર્બ્સ બંને આ સમસ્યાથી પીડાતા લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે અને આપણા રોજીંદા ભોજનમા તે બંને અમુક અંશે સમાવિષ્ટ થયેલા જોવા મળે છે.

હાલ, એક ડાયટીશિયન દ્વારા તેમની દાદીમા એ જણાવેલ એક વિશેષ ઘરગથ્થુ નુસખાની રેસિપી શેર કરવામાં આવી હતી, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ રેસિપીમા કઈ જ વિશેષ નથી, આ રેસિપીમા ફક્ત આઠ ચીજવસ્તુઓને મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરવાનુ રહેશે. તો ચાલો જાણીએ તેના વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

બદામ : સૌ નંગ, કાળામરી : સૌ નંગ, નાની એલચી : સૌ નંગ, મેથી ના દાણા : બે ચમચી, આમળા પાવડર : બે  ચમચી, શેકેલા દાળિયા : ૨૫૦ ગ્રામ, લીમડા ના પાન : બે  ચમચી, જાંબુ પાવડર : બે ચમચી

વિધિ :

ઉપરોક્ત દર્શાવેલ બધી જ સામગ્રીને તમે મિક્સર અથવા તો બ્લેન્ડરમા ક્રશ કરી નાખો અને ત્યારબાદ તે પાવડરને એક કાચની બરણીમા યોગ્ય રીતે સાચવીને રાખી મુકો. આ પાવડરનુ નિયમિત અમુક માત્રામા સેવન કરવાથી તમને અવશ્ય લાભ થશે અને તમને ડાયાબીટીસની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકો.

સેવન કરવાની રીત :

ડાયટીશીયન ના મત મુજબ આ મિક્સ પાવડરને તમારે નિયમિત ભોજન કર્યાના અડધો કલાક પહેલા એક ચમચી પાણીની સાથે લેવાનો છે. તમે તમારા બ્લડસુગર લેવલ મુજબ તેને દિવસમા એક અથવા બે વાર લઈ શકો છો.

 

View this post on Instagram

 

When grandma’s advise aligns to what nutrition science says, food literally becomes medicine. Sharing a quick and easy recipe to manage #diabetes. : Almonds – 100 in no. Black pepper – 100 in no. Small cardamom (elaichi) – 100 in no. Fenugreek (methi dana) – 2 tbsp Amla powder – 2 tbsp Black channa – 250 gm Neem leaves (dry) – 2 tbsp Jamun powder (optional) – 2 tbsp : Blend all ingredients together to make a fine powder : Consume 1 tbsp with water (like a tablet) 30 mins before meal. (once or twice a day based on blood sugar levels) : – Diabetics (Type 2 and 1) (Type 1 cannot be cured though) – Good for constipation too / : – The ingredients used help stabilizing blood sugar levels as the high fiber causes glucose to release slowly in blood. – Consuming it before meal ensures that the blood sugar won’t spike. – Almonds and piperine (in black pepper) are rich in Vitamin E and antioxidants which aid in better digestion. – Neem leaves are loaded with flavonoids, triterpenoid, anti-viral compounds and glycosides, which help manage blood sugar levels : – Avoid if you are pregnant (gestational diabetes) – Keep a check on your blood sugar levels if you are on medication and also on this powder so that you don’t fall into hypoglycemia – This powder will work best when combined with a balanced diet and active lifestyle – Never stop or change any medication without consulting with your doctor

A post shared by Lavleen Kaur (@dt.lavleen) on

આ પાવડરના સેવનથી શુ થાય છે લાભ ?

આ પાવડરનુ સેવન કોઈપણ ડાયાબિટીસથી પીડાતુ વ્યક્તિ કરી શકે છે, પછી તે વ્યક્તિ ટાઈપ-૧ ડાયાબિટીસના શિકાર હોય કે, ટાઇપ-૨ ડાયાબિટીસના. જો કે, ટાઇપ-૧ ડાયાબિટીસને ઠીક કરી શકાય તો નહી પરંતુ, આ પાવડરનુ સેવન કરી તેને નિયંત્રિત અવશ્યપણે કરી શકાય. આ સિવાય જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે, તેમના માટે પણ આ પાવડર ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ પાવડરમાં પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે ગ્લુકોઝને ધીમે-ધીમે રિલીઝ કરે છે. આ પાવડરનું સેવન કરવાથી બ્લડશુગર નિયંત્રિત રહે છે. આ સિવાય બદામ અને કાળા મરી વિટામિન-ઇ અને ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી તમારુ પાચન યોગ્ય રીતે થાય છે. લીમડાના પાનમા પુષ્કળ માત્રામા ફ્લેવેનોઈડ્સ, ટ્રાઈટરપેનોઈડ અને ગ્લાયકોસાઇડ્સ જેવા એન્ટીવાયરલ કમ્પાઉન્ડ સમાવિષ્ટ હોય છે એટલા માટે તે બ્લડસુગરને નિયંત્રિત રાખે છે.

સાવચેતીઓ :

ગર્ભવતી સ્ત્રીઓએ આ પાવડરનુ સેવન કરવુ નહી.
આ પાવડર ત્યારે જ કામ કરશે જ્યારે તમે બેલેન્સ ડાયટ લેશો અને જીવનશૈલીને કાર્યરત રાખશો.
કોઈપણ દવા દાકતરની સલાહ વગર બંધ કરવી નહીં અને બદલવી પણ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *