દૂધ જેવી ધોળી ત્વચા મેળવવા માટે આજે જ અપનાવી જુઓ આ નુસખા, લોકો જોતા રહી જશે…

મિત્રો, પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ ગોરી અને સુંદર ત્વચા મેળવવાની ઈચ્છા ધરાવતુ હોય છે. આપણે આજના સમયમા ભલે એમ કહેતા હોઈએ કે, આપણે ખુલ્લા વિચારોને પ્રોત્સાહન આપીએ છીએ, આપણા માટે હૃદયની સુંદરતા જ મહત્વની છે પરંતુ, એક વાસ્તવિકતા તમને એ પણ જણાવી દઈએ કે, દરેક વ્યક્તિ અંદરથી પોતાની જાતને રૂપાળી દેખાડવાની ઈચ્છા અવશ્યપણે ધરાવતુ હોય છે. આજે આપણી પાસે ત્વચાને નિખાર આપવાના અનેકવિધ વિકલ્પ છે પરંતુ, આ બધા વિકલ્પો ખૂબ જ ખર્ચાળ છે અને એટલા અસરકારક પણ નથી.

વળી, બજારના ઉત્પાદનોના ઉપયોગને કારણે ઘણીવાર આપણે અનેકવિધ પ્રકારની શારીરિક આડઅસરોના શિકાર બનીએ છીએ. આ પાછળનુ મુખ્ય અને મૂળભૂત કારણ એ છે કે, આ બ્યુટી પ્રોડક્ટ્સ અનેકવિધ પ્રકારના રસાયણોથી બનેલા છે, જે તમારી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા અસરકારક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારી ત્વચાને આકર્ષક બનાવવા માટે ખુબ જ આકર્ષક સાબિત થાય છે.

સૌથી પહેલા તો તમારા મોઢાને સારા પાણીથી ધોઈ લો. ત્યારબાદ એક બાઉલમા કાચેકાચુ દૂધ લઇ લો અને રૂ ની મદદથી તમારા ચહેરાને સાફ કરી લો. તે તમારા ચહેરા પરની બધી જ ગંદકીને સાફ કરશે. હવે તમે એક ચમચી મુલ્તાની મીટ્ટી લઇ લો અને ત્યારબાદ તેમા ત્રણ થી પાંચ ટીપા ગુલાબજળ, એક ચમચી ચંદન પાવડર અને એક ચમચી ચણાનો લોટ લઇ લો.

ત્યારબાદ તેમાં પાણી ઉમેરો અને જરૂર મુજબ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર હળવા હાથથી લગાવી અને તેને ૧૫ મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ માલિશ કરતી વખતે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામા એક કે બે વાર અજમાવો. તે તમારી ત્વચાના રંગને એકદમ તેજસ્વી બનાવશે.

આ ઉપાય માટે એક ચમચી ક્રીમ લો. ત્યારબાદ તેમા થોડુ મધ ઉમેરો. આ ઉપરાંત તેમાં લીંબુનો રસ અને મસાલા પણ ઉમેરો. ત્યારબાદ હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને અડધા કલાક પછી સામાન્ય પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામા બે થી ત્રણ વખત આ ઉપાય અજમાવી શકો છો. તે ફક્ત તમારી ત્વચાની ગંદકી જ દૂર ની કરે પરંતુ, તમારી ત્વચાને પણ આકર્ષક બનાવે છે. આ ઘરેલુ ઉપાય તમે થોડા અઠવાડિયા સુધી નિરંતર અજમાવો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *