ડાયટ માટે આ છે શ્રેષ્ઠ વિકલ્પ, આજે જ ઘરે બનાવો આ ખાસ પ્રકાર ના “ખાખરા”, નહીં વધે વજન અને બીજા છે આવા ફાયદા, નોંધી લો આ રીત…

મિત્રો, ગુજરાતી લોકોની સવાર ખાખરા ના નાસ્તા વિના તો સાવ અધૂરી જ ગણાય છે. આ નાસ્તો આપણા ગરવા ગુજરાતની અનોખી ઓળખ બની ગયા છે. નાના-મોટા સૌ કોઈનો આ પ્રિય નાસ્તો બની ચુક્યો છે. બજારમા અનેકવિધ પ્રકારની ફ્લેવરના ખાખરા મળી આવે છે પરંતું, શુ તમને ખ્યાલ છે કે, આ ખાખરા ડાયેટ માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે આ લેખમા આપણે ડાયેટ ખાખરા બનાવવાની રેસીપી વિશે જાણીશુ. તો ચાલો જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

ઘઉનો લોટ : ૫૦૦ ગ્રામ, ઘી : ૧ ચમચી, જીરુ : ૧ ચમચી, કાળા મરી પાવડર : ૧/૨ ચમચી, નમક : સ્વાદ પ્રમાણે

વિધિ :

સૌથી પહેલા એક પાત્રમા ઘઉંનો લોટ લઇને તેમા પાણી ઉમેરો. ત્યારબાદ તેમા થોડુ નમક ઉમેરો. આ લોટને મસળીને તેને એકદમ નરમ બનાવો. ત્યારબાદ આ બાંધેલા લોટની રોટલી બને એવા એકસરખા લુવા તૈયાર કરો. ત્યારબાદ આ લુવામાથી શક્ય હોય એટલી પાતળી રોટલી વણી લો. ત્યારબાદ આ વણેલી રોટલીને બંને બાજુથી શેકતા રહો.

આ રોટલીને ઉપરથી કપડા વડે દબાવતા રહીને શેકતા રહો. રોટલી કડક અને બદામી રંગની ના થાય ત્યા સુધી તેને શેકતા રહો. આવી રીતે બધી જ રોટલીઓ વ્યવસ્થિત રીતે શેકી લો. તો તૈયાર છે તમારા ખાખરા. તેને તમે ૧૫ દિવસ સુધી ડબ્બામાં સંગ્રહ કરીને રાખી શકો છો. તેની સાથે તમે ચાટ મસાલો કે પછી અથાણાનો મસાલો પણ વાપરી શકો છો. તો માણો ઘરે બનાવેલા આ ખાખરાની મજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *