કોઈપણ જાતની દવા કે ઉપવાસ વગર ટૂંક સમયમાં જ ઘટી જશે તમારા પેટની ચરબી, બસ કરવું પડશે આ એક કામ

મિત્રો, આજના સમયમા મોટાભાગના લોકો વજન વધવાની અને ચરબી વધવાની સમસ્યાથી પીડાય છે. શરીરનુ વજન વધવાથી ચરબી વધે છે. કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી આ ચરબી ઘટાડવાની સમસ્યા દૂર કરી શકાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરનું વજન નિયંત્રિત કરી શકાય છે.

વજ્રાસન એ સરળતાથી કરવાથી પેટની ચરબી ઘટાડી શકાય છે. તે ભોજન લીધા પછી કરી શકાય છે. તેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. શરીરની ચરબી દૂર થાય છે. તે કોઈપણ ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે. આ આસનને કોઈપણ સમયે સરળતાથી કરી શકાય છે. જે લોકોની ચરબીમા દિન-પ્રતિદિન વધારો થાય છે,  તેના માટે તે આસન કરવું ખૂબ જરૂરી છે.

કેટલાક લોકોને પેટની ચરબી વધવાથી પેટ બહાર આવે છે. તેને નિયમિત આ આસન કરવાથી પેટની ચરબી દૂર કરી શકાય છે. તે આસન કરવાથી આંતરડા પર થોડું દબાણ આવે છે. તેથી શરીરની ચરબી દૂર થાય છે. પેટની અનેક બીમારીઓ દૂર કરવા માટે આ આસન કરવું ખૂબ જરૂરી છે. કેટલાક લોકોના સાથળની ચરબી વધારે હોય છે. તેને માટે આ આસનથી ચરબી ઘટી શકે છે.

આસન નિયમીત કરવાથી શરીર ફિટ રહે છે. કેટલાક લોકોને કમરની ચરબી વધારે હોય છે. તે લોકોને નિયમિત આ આસન કરવું જોઈએ. તે શરીરનું વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી આસન છે. તેનાથી માંસપેશીઓ લચીલી બને છે. કેટલાક લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય છે. તેના માટે આ આસન ખૂબ જરૂરી છે.

વજ્રાસન કરવાની રીત:

જમીન પર બેસીને પગને ઘૂંટણથી વાળીને તેને પાછળની તરફ લઈ જવા જોઈએ. ત્યારબાદ તે બંને પગના પંજા પર બેસવાનું હોય છે. બંને પગના પંજા અને અંગૂઠા એકબીજા સાથે અડે તે રીતે રાખવા જોઈએ. એકદમ પગ ઉપર સીધા બેસવું જોઈએ. શ્વાસ ઊંડા લેવા અને છોડવા જોઈએ. આંખો બંધ કરીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી જોઈએ. થોડી વાર આ સ્થિતિમાં બેસીને ધીમેથી પગ હળવેથી પગ સીધા કરીને બેસવું જોઈએ.

આ આસન કરવાથી શરીરના ફેફસાઑ ખૂબ સારા બને છે. શરીરની પાચનક્રિયા મજબૂત બને છે. વાત, પીત, કફ વગેરે અનેક રોગો દૂર થાય છે. નિયમિત તે આસન કરવામાં આવે તો શરીરની અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. આપણા શરીરમાં કોઈ બીમારી ન હોય તો આપનું જીવન ખૂબ સારું રહે છે. તેથી આસન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને પેટની ચરબીમાં ઘટાડો થાય છે.

ગર્ભવતી સ્ત્રીઓએ વજ્રાસન ન કરવું જોઈએ. કેટલાક લોકોને હાડકાની તકલીફ હોય અને સાંધાની બીમારીઓ હોય તે લોકોને આ આસન ન કરવું જોઈએ. કેટલાક લોકોએ ઓપરેશન કરાવેલા હોય તે લોકોને આસન ન કરવું જોઈએ. કેટલીક બીમારીઓથી પીડિત લોકોને આસન કરવા માટે ડોકટોરોની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *