દરેક વ્યક્તિમા મરતા પહેલા જરૂર થી જોવા મળે છે આવા પાંચ સંકેત, શાસ્ત્રોમા પણ કરવામા આવ્યુ છે વર્ણન, જાણો ક્યાં છે આ સંકેત…

મિત્રો, હાલ પિતૃ પક્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. હાલ, દરેક ઘરના સદસ્યો તેમના મૃત સ્વજનોનુ શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે ત્યારે આ સમય દરમિયાન સ્વર્ગ-નરક અને લોક-પરલોક જેવી વાતો પણ આપણા મગજમા ઘુમવા લાગે છે. આવી સ્થિતિમા એ વિચાર પણ મનમા આવે છે કે, આપણે અથવા તો આપણા કોઈ પરિચિત મૃત્યુ બાદ સ્વર્ગમા જાશે કે નરકમા? એવુ માનવામા આવે છે કે, મૃત્યુ સમયે જો તમને અમુક વિશેષ ચીજો દેખાય તો તમે મૃત્યુ બાદ સ્વર્ગલોકમા જશો.

પ્રભુ શ્રીકૃષ્ણ એ ગીતામા જણાવ્યુ છે કે, મનુષ્યના શરીરમા મુખ્ય દ્વાર નવ હોય છે. જીવનમા સારા કાર્ય કરનારી મહાન આત્માઓ શરીરના ઉપરના દ્વાર જેમકે, આંખો, નાક, મોઢુ અને કાનથી બહાર નીકળીને સ્વર્ગમા જાય છે. તેથી, એવુ પણ કહેવામા આવે છે કે, જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિનુ નાક થોડુ પણ ત્રાંસુ થઈ જાય તો તેનો જીવ નાકમાથી ચાલ્યો ગયો તેવુ માનવામા આવે છે. તે જ રીતે આંખો બંધ ના થઇ હોય અથવા તો કાન ખેંચાયેલા રહેતા હોય અથવા તો મોઢુ ખુલ્લુ રહેતુ હોય તો તે પણ તે જ સંકેત આપે છે.

આ સિવાય જો મૃત્યુ સમયે તે વ્યક્તિના ચેહરા પર સંતોષના ભાવ દેખાઈ છે, તો તે સ્વર્ગમા જાય છે આનો અર્થ એવો થાય છે કે, તેણે જીવનમા ઘણા સારા કાર્યો કર્યા છે. તેથી, છેલ્લા સમયમા પણ તેના ચહેરા પર સંતોષ દેખાઈ રહ્યો છે. આ જ સમયે પાપ અથવા તો ખોટુ કાર્ય કરનાર લોકોના ચહેરા પર છેલ્લા સમયમાં મૃત્યુનો ભય દેખાય છે. આવા લોકો હમેંશા નરકમા જાય છે.

જો સત્પુરુષ મૃત્યુ સમયે મળ-મુત્રનો ત્યાગ નથી કરતા તો તે સ્વર્ગમા જાય છે જ્યારે પાપી અને ખોટા કાર્ય કરનારા લોકોની આત્મા અંતિમ સમયે યમદૂતને જોઈને ભયભીત થઈને શરીરના નીચેના ભાગમા છુપાવવા લાગે છે. તેનાથી તે અંતિમ સમયે મળ-મુત્રનો ત્યાગ કરે છે. આ લોકો નરકમા જ જાય છે.

જો અંતિમ સમયે મૃત્યુને સ્વીકારનાર વ્યક્તિની પાસે ગંગાજળ, તુલસી અટવ તો કુશ જેવી ચીજવસ્તુઓ હોય તો તે સ્વર્ગમા જાય છે. જો કે, અંતિમ સમયે આ ચીજવસ્તુઓ માત્ર મહાન આત્માઓને જ પ્રાપ્ત થાય છે. ઘણીવાર લોકો આ ચીજવસ્તુઓની વ્યવસ્થા કરે તે પહેલા જ મૃત્યુ પામે છે. સામાન્ય રીતે, વ્યક્તિને મૃત્યુના સમયે કાળા કપડામા યમદૂત જ દેખાઈ છે પરંતુ, અમુક મહાન અને સજ્જન લોકોને પીળા કપડામાં દિવ્ય પુરુષ પણ સામે દેખાઈ છે. આવા લોકો સ્વર્ગમાં જાય છે. આ જાતકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *