કોરોના ની મહામારી વચ્ચે શરીર ને સ્વસ્થ રાખવા માટે સવારે, બપોરે અને સાંજે ભોજનમા જાણો કેટલી કેલરી હોવી આવશ્યક છે? આજે જાણી લો આ મહત્વપૂર્ણ વાત…

મિત્રો, જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે ડાયટિંગ અને વ્યાયામ દ્વારા કેલરીનુ પ્રમાણ નિયંત્રિત હોવુ અત્યંત આવશ્યક છે. કેલરી એ ઊર્જાનુ એવુ એક અભિન્ન અંગ છે, જે શારીરિક ઊર્જા સાથે જોડાયેલુ છે. આપણે શ્વાસ લેવાથી માંડીને હ્રદય ધડકવા સુધીની તમામ ક્રિયાઓ કેલરી દ્વારા કરીએ છીએ. તો ચાલો આ વિશે હજુ થોડી વિશેષ માહિતી મેળવીએ.

આખા દિવસમા કેટલી કેલેરીની આવશ્યકતા પડે?

એક સ્વસ્થ અને તંદુરસ્ત સ્ત્રીને નિયમિત ૧૮૦૦ થી ૨૨૦૦ કેલરી અને પુરુષને ૨૦૦૦ થી ૨૫૦૦ કેલરીની આવશ્યકતા પડે છે, આવુ એટલા માટે કારણકે, સ્ત્રીઓ પુરુષોની સરખામણીમા વધારે પડતી કેલરી ખર્ચ કરે છે.

વજન ઘટાડવા માટે નિયમિત કેટલી કેલરી બર્ન કરવી ?

કેલરીનુ એક યોગ્ય પ્રમાણ નક્કી કરવા માટે વજન, ઉંમર અને સ્વાસ્થ્ય પ્રમાણે સલાહ આપવામા આવે છે. જો વજન વધારે હોય તો તમારે નિયમિત ૫૦૦ થી ૧૦૦૦ કેલરી બર્ન કરવાની આવશ્યકતા રહે છે.

બ્રેકફાસ્ટ :

બ્રેકફાસ્ટ એ દિવસનુ અત્યંત આવશ્યક ભોજન છે, જે તમારા મેટાબોલિઝમ મા વૃધ્ધિ કરે છે. આવા સંજોગોમા ખોટો નાસ્તો એ વજન ઘટાડવામા બાધારૂપ બની શકે છે. વજન ઘટાડવા માટે હમેંશા પ્રોટીનયુક્ત આહાર લેવાની આદત કેળવવી જોઇએ. એ વાતનુ ધ્યાન રાખવુ કે, આખા દિવસમા તમારે જેટલી કેલરી બર્ન કરવાની છે, તેના ૧૫ ટકા કેલરી નાસ્તામા હોવા જોઇએ.

મધ્યાહન ભોજન :

કેલરીનો અંદાજિત ૫૦ ટકા હિસ્સો મધ્યાહન ભોજનમાથી ખર્ચાવો જોઇએ. આ માટે મધ્યાહન ભોજનમા કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને પ્રોટીન જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય તેવા આહારનુ સેવન કરો.

સાંજનો નાસ્તો :

સાંજના નાસ્તામા હમેંશા ફળ, સૂકો મેવો, દૂધ, જ્યૂસ, બિન્સ, પેનકેક વગેરે જેવી વસ્તુઓનુ સેવન કરો, જેથી તમારુ વજન નિયંત્રિત રહે અને યોગ્ય પ્રમાણમા કેલરી મળી રહે.

રાત્રિનુ ભોજન :

રાત્રીના ભોજનમા તમે કાર્બનયુક્ત ઝીણુ ધાન્ય લો. આ સાથે જ સૂવાના બે કલાક પહેલા ભોજન કરી લો. આ રાત્રીના ભોજન બાદ ૧૫ મિનિટ ચાલવાથી વજન પણ નિયંત્રણમા રહેશે અને પાચનક્રિયા પણ મજબુત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *