કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ માટે તમારે હવે નહિ લેવો પડે દવાઓનો સહારો, આજે જ જાણો આ દેસી ઈલાજ અને મેળવો અસરકારક રાહત…

મિત્રો, આજે આપણે કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો વિશેની ચર્ચા કરીશું. શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવાથી હાર્ટ એટેક, ધમનીના રોગ તેમજ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

જેમાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ થવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જેનાથી શરીરમાં બીજી અનેક બીમારીઓ થવાની શક્યતા રહે છે. આ કોલેસ્ટ્રોલ થી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ ચીકણું અને જાડું હોય છે જે શરીરમાં વધે તો અનેક સમસ્યાઓ થાય છે પરંતુ, કેટલાક ખાસ પ્રકારના ઔષધીઓના ઉપાય દ્વારા આ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે આપણે કોથમીરનો ઉપયોગ કરી શકાય છે કોથમીર ખાઈ લીધા બાદ પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.કોથમીરનો ઉપયોગ શાક, સલાડ, ફરસાણ જેવી વસ્તુમાં ભેળવીને કરી શકાય છે.કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે ખોરાકમાં તૈલી પદાર્થોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

કોલેસ્ટ્રોલના  પ્રમાણને  કંટ્રોલમાં રાખવા માટે લીંબુ, આબળા, કાચી કેરી , દહી, છાસ, દ્રાક્ષ વગેરેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે તેમજ હદયરોગ થવાની શક્યતા ઓછી રહે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાની અંદર છાલ સહિત સફરજનનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ ઉપરાંત ગ્રીન ટીના સેવનથી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે બદામ, પિસ્તા, અખરોટનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પ્રમાણ ઘટે છે. ઈસબગુલનું સેવન આવી સમસ્યાની અંદર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.તેમાં રહેલા પોષક તત્વો તેમજ ફાઈબર આ સ્તરને ઓછું કરે છે તેમજ હદયરોગ જેવી બીમારીનો નાશ કરે છે. આ સમસ્યાની અંદર દહી એક રામબાણ ઉપાય છે. દહીમાં રહેલા એન્ટિક એસિડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે તેમજ દાડમના રસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ સ્તર જળવાય રહે છે તેમજ હદયની સમસ્યા પણ દૂર થાય છે.

આ સમસ્યાની અંદર મેથીન દાણાનો ઉપયોગ કરવાથી ખુબજ લાભ થાય છે. મેથીના દાણાની અંદર વિટામિન-ઇ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં થતી અનેક બીમારીને દૂર કરવામાં ખુબજ મદદરૂપ થાય છે.આ ઉપરાંત પાલક કોલેસ્ટ્રોલને જામવાથી રોકે છે. તો આવી સમસ્યાને દૂર કરવા રેગ્યુલર પાલકનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ.

આ સમસ્યાની અંદર આંબળાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઔષધિની અંદર તમને જરૂરી પોષકદ્રવ્ય મળી રહે છે. જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત આમળાની અંદર વિટામિન-સી અને એમીનો એસિડ પણ રહેલા હોય છે, જે આવી સમસ્યાઓને દૂર કરવામા મદદરૂપ થાય છે.

આ સમસ્યાની અંદર લસણનો ઉપયોગ કરી શકાય છે. જે બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે તેમજ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. કોલેસ્ટ્રોલથી બચવા માટે જેતૂનનું તેલ તેમજ ધાણાના બીજનો ઉપયોગ કરી શકાય છે. જે સારા કોલેસ્ટ્રોલને બનાવવામા મદદરૂપ થાય છે. આમ, આવી અનેક ઔષધીઓ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *