ચાણક્ય નીતિ પ્રમાણે સ્ત્રીઓમા હોય છે આવી પાંચ ખરાબ ટેવ, થઇ જજો સાવધાન નહીંતર આખુ જીવન પસ્તાવવુ પડશે…

મિત્રો, આચાર્ય ચાણક્ય એ પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. તે સમગ્ર વિશ્વમા પોતાના ન્યાયી વર્તન માટે જાણીતા હતા. તે એક વિશાળ સામ્રાજ્યના પ્રધાન હોવા છતાપણ એક સરળ ઝૂંપડીમા રહેતા હતા. તેમનુ જીવન સાદગીથી ભરપૂર હતુ. આચાર્ય ચાણક્યએ તેમના જીવનના અનુભવોને ચાણક્ય નીતિમા સ્થાન આપ્યુ છે. ચાણક્ય નીતિમા અમુક એવી બાબતો જણાવવામા આવી છે, જો કોઈ વ્યક્તિ તેનો અમલ કરે છે તો તેને સફળ થવાથી કોઈપણ રોકી શકતુ નથી.

આ નીતિઓમાં સુખી જીવનનુ રહસ્ય છુપાયેલું છે. તમને આ નીતિઓમા કડવી વસ્તુઓ મળી શકે છે પરંતુ, તે એકદમ સાચી છે. આજે આ લેખમા અમે તમને ચાણક્ય નીતિમા લખેલી અમુક બાબતો જણાવીશુ, જે તમારા જીવનને એક અર્થપૂર્ણ વળાંક આપી શકે છે. આ બાબતો તમને જીવન જીવવાની સાચી રીત જણાવે છે અને જીવનમા શુ કરવુ અને શુ નહી તેના વિશે માહિતગાર કરે છે. આજે આ લેખમા ચાણક્ય નીતિમા સ્ત્રીઓ વિશે દર્શાવેલી અમુક બાબતો વિશે તમને જણાવીશુ.

अनृतं साहसं माया मूर्खत्वमतिलोभिता।
अशौचत्वं निर्दयत्वं स्त्रीणां दोषा: स्वभावजा:।।

આચાર્ય ચાણક્યએ આ શ્લોકમા સ્ત્રીઓની પાંચ આદતો વિશે જણાવ્યુ છે, તો ચાલો જાણીએ આ આદતો વિશે.

જુઠુ બોલવાની આદત :

આચાર્ય જણાવે છે કે, મોટાભાગની સ્ત્રીઓને ખોટુ બોલવાની આદત હોય છે અને તેમની આ જ આદત તેમને ઘણીવાર મુશ્કેલીમા મૂકી દે છે.

વિચાર્યા વગર કોઈપણ કામ કરવુ :

આચાર્ય ચાણક્યના મત મુજબ મોટાભાગની સ્ત્રીઓ કોઈપણ કામ કરતા પહેલા વધારે પડતુ વિચારતી નથી. તે એકાએક કઇપણ કરે છે પરંતુ, ભવિષ્યમા તેના પરિણામો કેવા આવશે તે વિચાતી નથી.

દરેક વાત પર નખરા કરવા :

નખરા કરવા એ દરેક સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે પરંતુ, અમુક સ્ત્રીઓ પોતાનો પ્રભાવ જાળવી રાખવા દરેક વાત કરવા નખરા કરીને બતાવે છે. તે નખરા કરીને અન્ય લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા ઈચ્છે છે.

વધુ પડતો આત્મવિશ્વાસ રાખવો :

આત્મવિશ્વાસ રાખવો એ સારી વાત છે પરંતુ, અમુક સ્ત્રીઓ વધારે પડતો આત્મવિશ્વાસ રાખે છે. તેણીને એવુ લાગે છે કે, તે ક્યારેય કશુ ખોટુ કરી જ શકતી નથી અને આ વધુ પડતો આત્મવિશ્વાસ તેણીના માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વધુ પડતા આત્મવિશ્વાસને લીધે, તે મુર્ખતાપૂર્વક કામ કરે છે અન તે તેની મુશ્કેલીનું કારણ બની જાય છે.

સંપત્તિ પ્રત્યે લોભ રાખવો :

ચાણક્યના જણાવ્યા પ્રમાણે મોટાભાગની સ્ત્રીઓને પૈસાની લાલચ હોય છે. તે સૌથી વધુ સંપત્તિ સાથે જોડાયેલ રહેવા ઈચ્છે છે. સંપત્તિના નશામા તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *