ભાગ્યે જ જાહેર જીવનમા જોવા મળતી અને બે સંતાનો ની માતા છે અક્ષય કુમાર ની સાળી, જાણો તેમના વિશે…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતના ખિલાડી અક્ષય કુમારની સાળી તથા ટ્વિંકલ ખન્નાની નાની બહેન રીંકલ હાલ ૪૩ વર્ષની થઈ ચુકી છે. 27 જુલાઈ, ૧૯૭૭ના રોજ મુંબઈમા જન્મેલી રીંકલ ખન્નાએ પણ બહેન ટ્વિંકલની જેમ બોલીવુડમા પ્રવેશ તો કર્યો પરંતુ, તે સફળ ના થઈ. તેણીએ જ્યારે બોલીવુડમા પ્રવેશ કર્યો ત્યારે તેની ઉમર ફક્ત ૧૭ વર્ષની હતી. તેણીની અભિનય કારકિર્દી ખુબ જ ટૂંકી રહી છે.

તેણે પોતાના ચાર વર્ષની અભિનય કારકિર્દીમા અંદાજે ૯ ફિલ્મોમા કામ કર્યુ. જો કે, જ્યારે તેણીને પોતાના કરિયર ક્ષેત્રે કોઈ સફળતા ના મળી તો તેણે ઘર વસાવવાનો નિર્ણય કર્યો. તેણી છેલ્લે ફિલ્મ ‘ચમેલી’મા નજર આવી હતી. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી,૨૦૦૩મા ઉદ્યોગપતિ સમીર સરન સાથે વિવાહ કરી લીધા. વિવાહ બાદ રીન્કલે બોલીવુડ ફિલ્મજગતને અલવિદા કહી દીધુ.

લગ્ન બાદ તે લંડનમા સેટલ થઈ ગઈ અને દોઢ વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૦૪મા તે માતા બની અને પુત્રી નાઓમિકાને જન્મ આપ્યો. ત્યારબાદ વર્ષ ૨૦૧૩મા તેણીએ એક પુત્રીને જન્મ આપ્યો. રીન્કલે વર્ષ ૧૯૯૯મા આવેલી ફિલ્મ ‘પ્યાર મે કભી કભી’ થી બોલીવુડમા એન્ટ્રી કરી. જેના માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ઝી સિને અવૉર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તે ગોવિંદા અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા રહતા હૈ’મા સપોર્ટિંગ પાત્ર તરીકે જોવા મળી હતી.

ત્યારબાદ તેણીએ ‘મુઝે કુછ કહેના હૈ’ ફિલ્મમા પણ સપોર્ટિંગ રોલ ભજવ્યો હતો. વર્ષ ૨૦૦૩મા તેણે છેલ્લીવાર ફિલ્મ ‘ચમેલી’માં કામ કર્યુ. તે હમેંશા મોટા પડદાથી દૂર છે, આ સિવાય તે લાઈમલાઈટમા પણ નથી રહેતી. તે પોતાના અંગત જીવનને લઈને ક્યારેય પણ સમાચારોમા નથી રહેતી. એટલું જ નહી, તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે પણ નથી જોડાયેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મોમા પ્રવેશતા પહેલા રિંકીનુ નામ રિંકલ હતુ. તેમના માતા-પિતાએ બંને પુત્રીઓના નામ ટ્વિંકલ અને રિંકલ રાખ્યા હતા. જો કે ત્યારબાદ રિંકલે પોતાનુ સ્ક્રીન નેમ બદલીને રિંકી કરી નાખ્યું. ગયા વર્ષે તેણી પોતાની પુત્રી નાઓમિકા સરન , માતા ડિંપલ કાપડિયા અને બહેન ટ્વિંકલ ખન્ના સાથે નજર આવી હતી. તેની પુત્રી નાઓમિકા સરન હવે ૧૬ વર્ષની થઈ ચુકી છે જ્યારે પુત્ર ૭ વર્ષનો થઇ ચુક્યો છે.

રિંકીએ પોતાની અભિનય કારકિર્દીમા ‘પ્યાર મે કભી કભી’, ‘જિસ દેશ મેં ગંગા રહતા હૈ’, ‘મુઝે કુછ કહેના હૈ’, ‘મજનૂં’, ‘યે હૈ જલવા’, ‘પ્રાણ જાએ પર શાન ન જાએ’, ‘ઝંકાર બીટ્સ’ અને ‘ચમેલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આમ, તે ફિલ્મી ક્ષેત્રે સફળ રહી હોય કે નાં હોય પરંતુ, પોતાનુ ઘર સાચવવામા તે અવશ્ય સફળ સાબિત થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *