ભાગ્ય ને ચમકાવવા અને ટૂંક સમય મા ધન પ્રાપ્તિ માટે રાતે સુતા પેહલા કરી લો આ બે મંત્રો નો જાપ, જાણો આ મંત્ર અને તેના ફાયદાઓ વિશે…

મિત્રો, નાણા એ એક એવી વસ્તુ છે કે જેને પ્રાપ્ત કરવાની મનુષ્યની ઇચ્છા ક્યારેય સમાપ્ત થતી નથી. દરેક લોકોને નાણાની આવશ્યકતા હોય છે. વ્યક્તિ પાસે ગમે તેટલા પૈસા કેમ ના હોય પરંતુ, જો એને કોઈ જગ્યાએથી નાણાનો લાભ થતો હોય તો વ્યક્તિ તે તક ગુમાવતો નથી. જેમ-જેમ આપણને નાણા પ્રાપ્ત થાય છે તેમ-તેમ આપણી ઈચ્છાઓમા પણ વૃધ્ધિ થતી જાય છે.

દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે તેના જીવનમા ખુશીઓ આવે અને સમાજમા માન, સમ્માન તથા પ્રતિષ્ઠા વધે. જો તમે પણ આ બધું મેળવવાની ઈચ્છા ધરાવતા હોવ તો નિયમિત આ ચમત્કારિક મંત્રોનો મંત્રોચ્ચારણ કરવો. આ મંત્રોનો મંત્રોચરણ નિયમિત કરવાથી તમને આ બધું જ પ્રાપ્ત થશે. તો ચાલો આ ચમત્કારિક મંત્રો વિશે વધુ માહિતી મેળવીએ.

“કૃ કૃષ્ણાય નમહ” :

આ મંત્ર એ મૂળમંત્ર છે. જો તમે તમારા જીવન પર આવનાર તમામ સંકટોનો અંત કરવા ઈચ્છતા હોવ તો, તમારે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને આ મંત્રનુ જાપ કરવુ. આ મંત્રનુ સાચા હ્રદયથી જાપ કરનાર દરેક વ્યક્તિના સંકટ હમેંશા માટે દુર થાય છે. આ મંત્રના જાપથી તમારા અટવાયેલા નાણા પણ તુરંત મળી જાય છે.

“ઓમ શ્રી નમહ શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતામાય સ્વાહા” :

આ મંત્ર એ સપ્ત્દશાક્ષર મહામંત્ર છે. આ મંત્રનુ જો સાચા મનથી જાપ કરવામા આવે તો તમને શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થશે એટલા માટે નિયમિત રાત્રે સુતા પહેલા આ મંત્રનો જાપ અવશ્યપણે કરવો.

શુક્રવારે કરો લક્ષ્મીમાતાનું પૂજન :

જો શાસ્ત્રોનુ માનીએ તો આ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના સંકટ દુર થઇ જાય છે અને આ મંત્રોમા સમગ્ર બ્રહ્માંડ સમાયેલો છે. જેનો નિયમિત જાપ કરવામા આવે તો આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઇ શકે છે. જો તમે દર માસના પહેલા શુક્રવારની વહેલી સવારે સ્નાન કરીને મંદિરમા ઘી નો દીવડો પ્રજ્વલિત કરીને માતા લક્ષ્મીને મિશ્રી અને ખીરનો ભોગ અર્પણ કારો અને માતા લક્ષ્મીના દિવ્ય મંત્ર “ઓમ શ્રી શ્રીયે નમઃ” નો જાપ કરવો. આ મંત્રના જાપથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમને ધન-લાભ પણ થશે તથા તમારા ઘરની સુખ-સમૃદ્ધિમા પણ વૃદ્ધી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *