ભગવાન ભોળાનાથ ને કરો પ્રસન્ન, આ પાંચ સંકટો ને તો કરશે પળવારમા દૂર, કરવું પડશે આ અગત્ય નુ કામ, જાણો તમે પણ…

મિત્રો, જો તમે તમારા મનની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવ ઈચ્છતા હોવ તો આ પવિત્ર શ્રાવણ માસમા મહાદેવની ભક્તિમા લીન થઇ જાવ. હાલ, આ પવિત્ર શ્રાવણ માસમા શિવભક્તિનો પ્રવાહ ભક્તોમા અવિરત વહી રહ્યો છે ત્યારે આ વર્ષે કોરોનાવાયરસનુ જોખમ હોવાથી ભક્તિ સમયે ભક્તોએ અમુક વિશેષ પ્રકારની તકેદારીઓ અને નિયમોનુ પાલન પણ કરવું પડે છે. સરકાર દ્વારા મંદિર ખોલવાની મંજુરી તો અપાઈ છે પરંતુ, સાથે જ તહેવારોના સમયમા સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરીને પૂજા કરવા માટે પણ આદેશ કર્યો છે.

આ ઉપરાંત સમગ્ર દેશના શિવમંદિરોમા પણ ભક્તોનુ સ્વાસ્થ્ય કથળે નહી, તે માટે સરકારની ગાઈડલાઈન્સ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રાવણ મહિનામા ભક્તો શિવપૂજા પણ કરી શકે અને કોરોનાની સમસ્યાથી પણ તેઓ દૂર રહે. જોકે સરકાર દ્વારા શ્રાવણ માસમા ભરાતા મેળાને રદ્દ રાખવામા આવ્યા છે પરંતુ, તેમછતા ભક્તો મહાદેવની આરાધના કરીને પણ ખુશ છે.

આ પવિત્ર શ્રાવણ માસમા સૌથી વિશેષ મહત્વ સોમવારનુ માનવામા આવે છે. આ દિવસે જો મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામા આવે છે તો તે તુરંત પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને તેમની ઈચ્છા મુજબનુ ફળ પણ આપે છે. જો જટાધારી મહાદેવ એકવાર પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિના કોઈપણ સંકટને દૂર કરી દે છે એટલા માટે જ શ્રાવણ માસમા ભક્તો મહાદેવની વિશેષ આરાધના કરે છે.

મહાદેવનુ ભોળાનાથ નામ પણ એટલા માટે જ પડ્યુ છે કારણકે, તે ભોળા છે અને તે કોઈપણ ભક્તની ભક્તિથી તુરંત પ્રસન્ન થઈ જાય છે અને તેના ભક્તનું સંકટ તુરંત દૂર કરી દે છે. તો ચાલો તમને આજે આ લેખમા પ્રભુ મહાદેવની વિધિવત પૂજા કઈ રીતે કરવી તે અંગેની થોડી વિસ્તૃત માહિતી આપીએ.

  • જો તમે નવુ વાહન ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો મહાદેવની પૂજા કરતી વખતે તેમને ચમેલીનુ પુષ્પ અર્પણ કરવુ.
  • જો તમે ધનપ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હોય તો મહાદેવની પૂજા કરી તેમને કમળનુ પુષ્પ અથવા શંખપુષ્પી અથવા તો બિલિપત્ર અર્પણ કરવુ.
  • જો તમે લગ્ન સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો મહાદેવની પૂજા કરતી વખતે બેલ્પત્ર અર્પણ કરો.
  • જો તમે સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા હોવ તો મહાદેવની પૂજા કરતા સમયે તેમને ધતુરો અર્પણ કરવો જોઈએ.
  • જો તમે તમારા માનસિક તણાવને દૂર કરી માનસિક શાંતિ મેળવવા ઈચ્છતા હોવ તો મહાદેવને શેફાલિકા અર્પણ કરવુ જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *