અજબ-ગજબ: દુનિયાનુ એક સૌથી અનોખુ ગામ, કે જ્યા ના લોકો જમે છે એક દેશમા અને સુવા જાય છે બીજા દેશમા, શું તમને ખ્યાલ છે ક્યાં છે આ જગ્યા?

મિત્રો, આપણા દેશમા એવા અનેકવિધ ગ્રામ્ય વિસ્તારો છે, જેમની સુંદરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે પરંતુ, આજે અમે તમને એક એવા ગ્રામ્ય વિસ્તાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખરેખર વિશ્વનુ સૌથી વિશિષ્ટ ગ્રામ્ય વિસ્તાર કહી શકાય. અમે આજે આ લેખમા વાત કરવા જઈ રહ્યા છીએ લોંગાવા ગ્રામ્ય વિસ્તારની કે જે નાગાલેન્ડની રાજધાની કોહિમાથી ૩૮૦ કિ.મી. દૂર સ્થિત છે.

આ ગ્રામ્ય વિસ્તાર તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જ જાણીતુ છે. જો કે આ સિવાય તેની અન્ય એક વિશેષતા પણ છે જેના કારણે તે સામાન્ય ગ્રામ્ય વિસ્તારથી તદન અલગ પડે છે. આ ગ્રામ્ય વિસ્તારના લોકો બે દેશના નિવાસી છે એટલે કે આ ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે બે દેશોનુ નાગરિકત્વ છે.

બે દેશની મળે છે નાગરિકતા :

શુ તમે ક્યારેય વિચાર કરી શકો છો કે, તમારા પોતાના દેશમા એક એવી જગ્યા છે કે, જ્યા લોકો કોઈપણ પ્રકારના પ્રતિબંધ વિના અન્ય દેશોમા જઈ શકે? આપણા જ દેશમા એક એવુ ગ્રામ્ય વિસ્તાર છે કે, જ્યા સ્થાનિક લોકો વિઝા વિના સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે છે. આ ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે બે દેશોની નાગરિકતા છે.

તમને જણાવી દઈએ કે, આ ગ્રામ્ય વિસ્તાર લોંગવા એ ભારતની પૂર્વ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત છે. આ ગ્રામ્ય વિસ્તાર વિશેષ એટલા માટે છે કારણકે, આ ગ્રામ્ય વિસ્તારની મધ્યમા ભારત અને મ્યાનમાર બંનેની આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થાય છે. જેના કારણે અહીંના લોકોને બે દેશોનુ નાગરિકત્વ મળે છે.

બે દેશને આધીન એક ગ્રામ્ય વિસ્તાર :

નાગાલેન્ડ એ સાત રાજ્યોમાંથી એક છે કે, જેમા ૧૧ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તેને પૂર્વોત્તર ભારતની સાત સિસ્ટર્સ તરીકે પણ ઓળખવામા આવે છે. તેમાથી , સોમ જિલ્લો એ રાજ્યના ઉત્તર ભાગમા સ્થિત છે. સોમ જિલ્લાનો એક ગ્રામ્ય વિસ્તાર છે લોન્ગવા. તમને જાણીને નવી લાગશે કે, આ ગ્રામ્ય વિસ્તારનો અડધો ભાગ ભારતમાં અને અડધો ગામ મ્યાનમારમાં આવે છે. વિશેષ વાત એ છે કે, આ ગામના લોકોને બે દેશમાં વહેંચ્યા વિના બંને દેશોની નાગરિકતા આપવામા આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ અહી ૭૩૨ કુટુંબો વસવાટ કરે છે, અહી કુલ વસ્તી ૫,૧૩૨ છે.

બે દેશોની સરહદ થાય છે ભેગી :

આ ગ્રામ્ય વિસ્તારમા કોનિયક નાગા આદિજાતિના લોકો વસવાટ કરે છે. જે અહીની સોળ પ્રજાતિઓમા સૌથી મોટી આદિજાતિ છે. એક સમય હતો જ્યારે અહીંના કોનિયાક નાગા જાતિના લોકો સૌ કોઈ માટે સરદર્દ બની ગયા હતા. આ જનજાતિના વડાને “અંગા” કહેવામા આવે છે. કોનીયાક આદિજાતિનો એક ભાગ આજુબાજુના ૭૫ ગ્રામ્ય વિસ્તારો પર શાસન કરે છે.

અંગાનુ શાસન મ્યાનમારથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરિત છે. જો કે સરકાર હવે આ ગ્રામ્ય વિસ્તારના વિકાસ પર ધ્યાન આપી રહી છે અને અનેક સરકારી યોજનાઓ દ્વારા અહીંના આદિવાસીઓને મુખ્ય ધારા સાથે જોડવાનુ કાર્ય કરી રહી છે. સરકારે આ જનજાતિના બાળકોના શિક્ષણ માટે અનેકવિધ શાળાઓ પણ ખોલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *