આખરે આવી ગયો સુશાંત નો ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, આ કારણે મૃત્યુ થયા નો ખુલાસો, જાણો માત્ર એક ક્લિક પર

મિત્રો, બોલીવુડના અભિનેતા સુશાંતસિંહના અવસાન બાદ પોલીસે પ્રારંભિક તપાસ કરીને આ ઘટનાને સુસાઈડ ગણાવી હતી. જો કે ત્યારબાદ આવેલા તત્કાલ પોસ્ટમોર્ટમના રીપોર્ટમા પણ સુશાંતની મૃત્યુને સુસાઈડ જ ગણાવવામા આવ્યો હતો. જો કે, હાલ આ ઘટનાની છેલ્લી પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ સામે આવી ચુકી છે, જેમા પાંચ દાકતરો દ્વારા તપાસની ખરાઈ કરવામાં આવી છે. આ રીપોર્ટમા તેના નિધન સાથે સંકળાયેલ અમુક જરૂરી વાતો સામે આવી ચુકી છે.

આ રીપોર્ટ પ્રમાણે શ્વાસ રોકાઈ જવાથી તેમનુ નિધન થયુ હતુ. જો કે આ પહેલા જે પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ અપાઈ હતી તેમા પણ ત્રણ દાકતરોની સહી સાથે આ જ કારણ દર્શાવાયુ હતુ, જયારે આ છેલ્લી રીપોર્ટમા પાંચ દાકતરોની સહી સાથે રીપોર્ટ રજુ કરવામા આવ્યો છે. આ રીપોર્ટને તૈયાર કરતી વખતે ઘણી ઊંડાણપૂર્વક તપાસ કરવામા આવી છે અને બધા જ મુદ્દા કે જેની શક્યતાઓ હોય શકે છે, તેને ઝીણવટપૂર્વક ધ્યાનમા લેવામાં આવ્યા છે.

આ વખતે આવેલ રીપોર્ટમા એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું હતુ કે, તેના શરીર પર કોઈ પ્રકારના બહારી જખ્મો તો નથી ને? એમના નખ પણ એકદમ સાફ હતા. જો કે આ રીપોર્ટમા પણ તેના મૃત્યુનુ કારણ આત્મહત્યા જ બતાવવામા આવી રહી છે. આ અહેવાલ અભિનેતાના આપઘાત પર કોઈપણ પ્રકારના સવાલો ઉભા કરતી નથી.

જો કે, મુંબઈ પોલીસ દ્વારા કરવામા આવેલ તપાસમા પણ અનેક ખુલાસા કરવામા આવ્યા છે. સૌથી પહેલા તેમની આત્મહત્યાને એમની પૂર્વ મેનેજર દિશા સાલીયનના મૃત્યુ સાથે જોડીને જોવામા આવી હતી પરંતુ, પોલીસે આવા કોઈપણ પ્રકારના જોડાણ અંગે સ્પષ્ટ ના કહી હતી. પોલીસના જણાવ્યા મુજબ તે તેને ફક્ત એક જ વાર મળી હતી એટલે આ કનેકશનને જોડી શકાય નહિ.

ત્યા બીજી તરફ પોલીસે આ વાત પર પણ રોષ વ્યક્ત કર્યો હતો કે, કોઈપણ પ્રકારના પુરાવાઓ વિના ઈન્ટરનેટ પર અનેક વેબસાઈટ દ્વારા તેના નિધનને લઈને અનેક પ્રકારની અલગ-અલગ થીયરીઓ સામે મૂકી દેવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ આ દરેક વેબસાઈટની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે અને એમના તથ્યો પર પણ પ્રશ્ન ઉભા કરી શકાય છે.

પોલીસની તપાસ પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમા ૨૩ જેટલા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે. આ અભિનેતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નિવેદન પણ લેવામાં આવ્યા છે. એવા સમયે પોલીસે હાલ સુધીમા રિયા ચક્રવર્તી, મેનેજર, પી.આર. મેનેજર, કુશલ જવેરી જેવા અનેક લોકોના નિવેદનો નોધ્યા છે. આ બધા જ લોકો તેની ખુબ જ નજીક હતા એટલું જ નહી પણ એમના કરિયર સાથે પણ ઘણા નજીકથી જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *