આજે સર્જાઈ રહ્યો છે વ્યતિપાત યોગ, આ ૮ રાશિજાતકોની સ્થિતિમાં જોવા મળશે સુધાર, અન્ય રાશીજાતકોને થઇ શકે છે પરેશાની…

મેષ :

તમારી લોકપ્રિયતા વધશે. પરિવારમાં તણાવ રહી શકે છે. વડીલોની તબિયત બગડી શકે છે. લગ્નજીવનમા લાભ થશે. તમારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડે તેવી વ્યક્તિ સાથે સબંધ ન રાખવો જોઈએ. કામમાં સારો દિવસ રહેશે. સંતાન અને વડીલો તમારી પાસેથી વધારે અપેક્ષા રાખશે. તમારી તબિયત ઢીલી રહી શકે છે.

વૃષભ :

મહત્વના કામ પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે. વ્યવસાયમાં સારો લાભ થશે. તમારા કામ બીજા પર છોડી ન દેવા. તમારી મહેનત અને પ્રયત્ન તમને ઘણી સફળતા અપાવશે. આજે મોટી ખરીદી ન કરવી જોઈએ. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે ફરવા જઈ શકો છો. ધીરજ રાખવી.

મિથુન :

તમારે વ્યવસાયમાં બેદરકારી ન રાખવી જોઈએ. પ્રેમ જીવન જીવતા લોકો માટે સારી દિવસ રહેશે. અંગત કારણથી નોકરીમાં ધ્યાન નહીં આપી શકો. વાણીમાં મીઠાસ રાખવી. યોજના શરૂ કરવા માટે સારો સમય રહેશે. વેપાર અને ધંધામાં પ્રગતિ થશે. પરિવારના નાના સભ્યનો સાથ મળી શકે છે.

કર્ક :

તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ આવી શકે છે. શત્રુ પર વિજય મળી શકે છે. તમારે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. કેટલાક પ્રયાસ પછી તમારું કામ પૂરું થશે. કોઈ કામથી તમે શરમ અનુભવી શકો છો. વાણી પર ધ્યાન રાખવું. બીજાનું સન્માન કરવું પડી શકે છે. પરિવારમાં તણાવ આવી શકે છે.

સિંહ :

જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદ્યાર્થી અભ્યાસમાં વ્યસ્ત રહી શકે છે. મહત્વનુ કામ કરવું પડી શકે છે. પરિવારના અટવાયેલા કામ સુધરશે. રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. મુશ્કેલી રહેશે. બીજાની બાબતમાં ન પડવું. પૈસા પૂરા મળી શકે છે. નોકરી બદલાવા માટે સારો સમય છે.

કન્યા :

વેપાર ધંધામાં ફાયદો થશે. આવકના નવા સાધનો મળી શકે છે. વિદ્યાર્થી માટે તણાવ રહી શકે છે. તમારું માન સન્માન વધશે. કોઈ કાર્યક્રમમાં જવાની યોજના બની શકે છે. સંતાન અને તમારા વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. શાંતિ અને ધીરજ રાખવી. કામ તરફ તમે સક્રિયતા અને ઉત્સુક રહી શકો છો.

તુલા :

ઘર અને પરિવારનો સાથ મળી શકે છે. તમારા કામ પર ધ્યાન આપી શકો છો. મહેનાતનું સારું પરિણામ મળી શકે છે. ધંધામાં સારો લાભ મળી શકે છે. મહેનતથી તમે મુશ્કેલ કામ આસાનીથી કરી શકો છો. તમારે તમારે ભૂલો સુધારવી જોઈએ. બીજા પ્રત્યે મનમાં પ્રેમ ભાવના રાખવી. જે કામ મનથી કરશો તેમાં સફળતા મળશે.

વૃશ્ચિક :

નવા દંપતી માટે પ્રેમ ભરેલો દિવસ રહેશે. આજે કોઈ નવું કામ ન કરવું. જૂના કામ પહેલા પૂરા કરવા. જીવનસાથી તમારી લાગણીની કદર કરશે. તેનાથી સબંધમાં મીઠાસ રહેશે. જોખમ વાળું કામ ન કરવું. કોઈને માગ્યા વગર સલાહ ન આપવી. ઘરની બહાર જતાં પહેલા મધ ખાવું. તેનાથી સ્વાસ્થ્ય વધારે સારું રહેશે.

ધન :

ઘરમાં ઉપયોગ આવતી વસ્તુમાં વધારો થશે. કામમાં તમારા પ્રયાસ સારા રહેશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. અજાણ્યા વ્યક્તિને કારણે મૂળ ખરાબ રહેશે. સાંજ સુધીમાં બધુ સારું થઈ જશે. ઘરમાં સારું વાતાવરણ રહેશે. પ્રેમમાં વધારો થશે. કપટ સરળતાથી મળી શકે છે. તમારો સમય સારો રહેશે.

મકર :

ઘરમાં મંગળ કામ થઈ શકે છે. વિવાહિત જીવનમાં પ્રેમ અને સાથ મળી શકે છે. સહકર્મચારીનો પૂરો સહકાર મળશે. મોટા અધિકારી બઢતી માટે તમારું નામ લઈ શકે છે. નવો યોજના માટે કામ કરવા માટે આજનો દીવસ સારો છે. વધારે કોઈ સાથે મિત્રતા ન રાખવી.

કુંભ :

પરિવારના અટકેલાં કામથી તમે પરેશાન રહેશો. બીજા લોકોને આગળ રાખવા અને લાગણીઓની ચિંતા કરવી ન જોઈએ. ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે. વ્યવસાયમાં અટકેલાં કામ પૂરા થશે. અભ્યાસ માટે વિદેશ જવાનું થઈ શકે છે. ભાવનાત્મક લાગણી સબંધમાં બદલાય શકે છે. જીવનસાથીનો સારો સાથ મળી શકે છે અને મિત્રની મદદ મળશે.

મીન :

તમારા પ્રયાસને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકો છો. ધર્મ કર્મના કામ કરી શકો છો. ભગવાનની કૃપાથી જે કામમાં પ્રયાસ કરશો તેમાં સફળતા મળશે. સમાજમાં તમારું માન સન્માન મળશે. કામમાં તમને વધારે અધિકાર મળી શકે છે કામની મુસાફારી કરવાથી લાભ થશે. તમારા વીરોધી આજે તમારી સાથે સબંધ બનાવવા માટે ઇચ્છશે. કોઈ કામમાં વધારે આતુરતા ન રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *