આજે જ ઉઠાવી લો આ ગવર્નમેન્ટ સ્કીમનો લાભ, સાવ મફતમા મળશે ગેસ સિલેન્ડર, આ છે છેલ્લી તારીખ, જાણો સમ્પૂર્ણ માહિતી….

મિત્રો, પી.એમ. દ્વારા બહાર પાડવામા આવેલી ઉજજવલા સ્કીમનો હેતુ ફક્ત ગરીબ કુટુંબને મફતમા એલ.પી.જી.ના જોડાણ આપવાનો છે પરંતુ, આ સ્કીમની મુદત હાલ પૂર્ણ થઈ ચુકી છે. આમ, તો સરકારની કોઈપણ યોજનામા નોંધણી ખુબ જ સરળ છે. આજે અમે તમને જણાવીશુ કે, તમે કઈ રીતે મફતમા એલ.પી.જી. ગેસ સિલિન્ડરનો લાભ ઉઠાવી શકો છો.

આ સ્કીમમા નોંધણી કરાવવી છે ખુબ જ સરળ :

આ ઉજ્જવલા સ્કીમ હેઠળ નોંધણી કરાવવી ખૂબ જ સરળ છે. આ સ્કીમ હેઠળ, એલ.પી.જી. ગેસના જોડાણ લેવા માટે બી.પી.એલ. પરિવારની કોઈ સ્ત્રી આવેદન કરી શકે છે. તમે પોતે આ યોજના સાથે જોડાયેલી ઓફિશ્યલ વેબસાઈટ pmujjwalayojana.com પર જઈને પોતાની નોંધણી કરાવી શકો છો.

અહીંથી કરવુ ફોર્મ ડાઉનલોડ :

સૌથી પહેલા ઉમેદવારે ઉજ્જવલા સ્કીમની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનુ રહેશે. વેબસાઈટ પર સામે એક હોમપેજ ખુલી જશે. તમારે આ વેબસાઈટ પર ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ તમારે પી.એમ. ઉજ્જવલા સ્કીમ ફોર્મ પર ક્લિક કરવાનુ રહેશે. તમારી સામે એક ફોર્મ ખુલી જશે તમે તેનુ ફોર્મ ડાઉનલોડ કરી લો.

અહીંથી ભરી લેવુ ફોર્મ :

ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમે ફોર્મમા અગત્યની માહિતી ભરી દો. જેમકે, અરજદારનુ નામ, તારીખ, સ્થાન બધી જ માહિતી ભરીને તમારી પાસેના એલ.પી.જી. સેન્ટરમા જમા કરાવી દો. હવે આ ડોક્યુમેન્ટ વેરિફાઈ થઇ જાય એટલે તમને એલ.પી.જી. ગેસનુ જોડાણ મળી જશે.

બી.પી.એલ. યાદીમા આવતા સદસ્યો માટે ઘરેલુ એલ.પી.જી. જોડાણ :

કેન્દ્રસરકાર આ પી.એમ.ઉજ્જવલા સ્કીમ હેઠળ બી.પી.એલ. પરિવારો માટે ઘરેલુ રસોઈ ગેસ જોડાણ ઉપલબ્ધ કરાવે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય હાલ આ સ્કીમને ચલાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૧ ની જનગણનામા જે બી.પી.એલ. પરિવાર છે તેમને આ સ્કીમનો લાભ મળી રહ્યો છે. આવા લગભગ ૮ કરોડ પરિવારોને તેનો લાભ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *