આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ચટાકેદાર “બ્રેડ પટેટો બોલ્સ”, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ મૌસમમા ધોધમાર વરસાદ વરસતો હોય અને માહોલ સારો હોય ત્યારે કઈક ક્રિસ્પી અને ગરમાગરમ નાસ્તો મળી જાય તો વરસાદની મજા ડબલ થઈ જાય. તો ચાલો આજે તમને શીખવીએ, એક એવી વાનગી બનાવી જે ફટાફટ તૈયાર થઇ જાય જ. તો આજે આપણે બનાવીશું કરકરા બ્રેડ પોટેટો બોલ્સ.

આવશ્યક સાધન-સામગ્રી :

 • બાફેલા બટાકા : ૫૦૦ ગ્રામ
 • બ્રેડ : ૮-૧૦ નંગ
 • આદું-મરચા ની પેસ્ટ : ૧ ચમચી
 • ડુંગળી : ૨ નંગ
 • મરચુ પાવડર : ૧ ચમચી
 • ધાણાજીરુ પાવડર : ૧ ચમચી
 • નમક : ૧ ચમચી
 • આમચૂર પાવડર : ૧ ચમચી
 • મેંદો : ૧/૨ બાઉલ
 • ઓઈલ : તળવા માટે
 • પાણી : ૧ ગ્લાસ

વિધિ :

સૌથી પહેલા તો બ્રેડની સ્લાઈસને વ્યવસ્થિત રીતે ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ બાફેલા બટાકાને એક પાત્રમા કાઢી લો અને તેને છૂંદી નાખો. ત્યારબાદ બટેકાના આ છૂંદામા બ્રેડનો તૈયાર કરેલો ભૂકકો ઉમેરો તથા થોડો ભૂકો એક બીજા ખાલી પાત્રમા કાઢી લો. બ્રેડનો ભૂકો ઉમેર્યા બાદ તેમા આદુ-મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, મરચા પાવડર : ૧ ચમચી, ધાણાજીરુ પાવડર : ૧ ચમચી , આમચૂર પાવડર : ૧ ચમચી તથા સ્વાદાનુસાર નમક ઉમેરી યોગ્ય રીતે મિક્સ કરો અને માવો તૈયાર કરો.

ત્યારબાદ આ માવાના નાના-નાના બોલ્સ બનાવી લો. હવે એક બીજા પાત્રમા મેંદાનો લોટ લઈ તેમા થોડું પાણી ઉમેરીને હલાવો. ત્યારબાદ આ અલગ રાખેલા બ્રેડના ભૂકકામા બોલ્સને રગડો, ત્યારબાદ તેને મેંદાના પાણીમા પલાળીને ગરમ તેલમાં તળી લો. તો બસ તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પોટેટો બોલ્સ. તેને તમે ટોમેટો સોસ કે તીખી ચટણી સાથે સર્વ કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *