આ શ્રાવણ માસ ના ઉપવાસમા માણો ફરાળી વાનગીઓ ની મજા, આજે જ ઘરે આ સરળ રીતે બનાવો ફરાળી હાંઢવો અને કમેન્ટમા જણાવો કેવી લાગી આ વાનગી…

બસ હવે આ શ્રાવણ માસ ચાલુ થતા જ એમ માનો ને કે હવે ત્યોહારો ની મૌસમ ચાલુ થઇ જાય છે. તો આ મહિના મા જ ઘણા વ્રત ઉપવાસો આવતા હોય છે અને મોટેભાગે લોકો આ ઉપવાસ કરતા પણ હોય છે. તો એ જ રીતે ઘણા લોકો આ શ્રાવણ માસમા પણ એકટાણુ કરતા હોય છે અથવા તો ઘણા ખાલી સોમવારે ઉપવાસ કરતા હોય છે.

હવે જો ઉપવાસ કર્યો હોય અને હાડવો ખાવાની ઇચ્છા થાય તો આજ ના આ આર્ટીકલ મા અમે તમારા માટે ફરાળી હાડવાની રેસીપી લઇને આવ્યા છીએ. આ બનાવવામા સહેલો તેમજ ઝડપથી બની જાય તેવી વાનગી છે. ખાસ કરીને આ ફરાળી હાંડવો તમે ઉપવાસ મા પણ ખાઇ શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવવામા આવે છે આ ફરાળી હાંડવો.

સામગ્રી :

એક નંગ છીણેલુ બટાકુ, એક કપ પલાળેલા સાબુદાણા, અડધો કપ રાજગરા નો લોટ, અડધો કપ શિંગોડા નો લોટ, બે ચમચી સિંગદાણા નો ભુક્કો, એક ચમચી દહીં, ખાંડ આવશ્યકતા પ્રમાણે, એક ચમચી જીરું અને એક ચમચી તલ, ચાર થી પાંચ પાંદડા મીઠો લીમડો, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી કાળામરી નો ભુક્કો અને સિંધવ નમક સ્વાદનુસાર.

બનાવવા ની રીત

સૌથી પેહલા ઉપરોક્ત જણાવેલી તમામ વસ્તુઓ ને એકસાથે ભેળવીને તેમા સપ્રમાણ પાણી ઉમેરી લો અને ત્યારબાદ તેનુ એક ઘટ્ટ ખીરૂ તૈયાર કરી લો. આ સાથે જ હવે ગેસ ને ચાલુ કરી તેના પર કઢાઇ ગરમ થવા રાખી દો. આ કડાઈ ગરમ થવા લાગે એટલે તેમા એક ચમચી તેલ ઉમેરી જીરૂ નાખો. હવે આ તેલમા મીઠોલીમડો નાખો.

ત્યારબાદ આ અગાવ તૈયાર ખીરા ને પુડલા ની જેમ તેમા પાથરી લો. ગેસ ના તાપ ને ધીમો કરી તેના પર ડીશ ઢાંકી દો. પાંચ મિનિટ બાદ તેને બીજી બાજુ ફેરવી ને શેકી લો. આ બન્ને બાજુ શેકાય જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતારી લો. તો લો તૈયાર છે તમારો સ્વાદિષ્ટ ફરાળી હાંડવો. હવે તમે આ વાનગી ને કોઇપણ પ્રકાર ની ચટણી અથવા તો ચા સાથે પીરસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *