આ કોરોના ની મહામારી વચ્ચે શરદી, ઉધરસ તેમજ તાવ થી બચવા કરો આ દેશી ઘરગથ્થું ઉપાય, કોરોના નજીક નહી ફરકે…

કોરોના વાઈરસથી એ વ્યક્તિઓ ને વધુ જોખમ રહે છે કે જેમને શરદી-ઉધરસ, દમ વગેરે ની ફરિયાદ રહેતી હોય. આ લોકડાઉન સમય મા પોતાને શરદી-ઉધરસ, કફ થી બચાવવા માટે તમે આ ઘરેલુ દસ નુસ્ખા અજમાવી શકો છો. જે વ્યક્તિઓને હંમેશા શરદી, ઉધરસ, કફ રહેતો હોય તેમને માટે આ લાભદાયી છે. તો ચાલો જાણીએ આ દસ ઘરગથ્થું નુસ્ખાઓ વિષે…

તુલસી ના પાન તેમજ નમક : જો તમને શરદી તેમજ તાવ ની ફરિયાદ રેહતી હોય છે તો નિયમિત તુલસીના પાંદડાઓ સાથે સંચળનમક ખાવા થી તમને જલ્દી રાહત મળશે.

હરદરવાળુ દૂધ : જે વ્યક્તિઓ ને કાયમ માટે શરદી, ઉધરસ, તાવ ની તકલીફ રહેતી હોય તેમને રાતે સૂતા પૂર્વે હરદરવાળુ દૂધ પીવુ જોઈએ. આ દૂધ પીવા થી તમારી શરદી, ઉધરસ તેમજ તાવ ની તકલીફ દુર થઈ જશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

લીબૂ તેમજ આદુ : જે વ્યક્તિઓ ને વારંવાર શરદી-તાવ તેમજ ઉધરસની ફરિયાદ રહેતી હોય તેમણે લીંબુ ના રસ મા આદુ નો રસ ભેળવીને પીવુ જોઈએ. આ બન્ને નુ સાથે સેવન કરવાથી શરદી-તાવ, ઉધરસની તકલીફો માથી છુટકારો મળે છે.

લસણ : જો તમને હંમેશા શરદી-તાવ ની તકલીફ રેહતી હોય તો લસણ ને ઘીમા તાપે શેકી લો અને તેને ગરમ-ગરમ ખાઓ. આવુ કરવાથી તમે શરદી તેમજ કફ થી છૂટકારો મેળવો છો અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

શેકેલા ચણા : રાતે સૂતા પૂર્વે શેકેલા ચણા ખાઈ તેના ઉપર ગરમ દૂધ પીવું જોઈએ. આવું કરવાથી શ્વાસ નળી સાફ થાય છે અને શરદી, ઉધરસ તેમજ કફ થી રાહત મળે છે.

મસાલાવાળી ચા : શરદી, તાવ તેમજ ઉધરસ મા રાહત મેળવવા માટે ગરમમસાલાઓ થી ભરપુર ચા પીવી જોઈએ. આ માટે ચા મા આદુ, તુલસી તેમજ કાળામરી ભેળવવા. આવુ કરવાથી મસાલાવાળી ચા નો સ્વાદમા પણ સારી લાગશે અને સાથોસાથ શરદી, તાવ અને ઉધરસ મા પણ રાહત મળે છે.

કાળામરી : રાતે સુતા પેહલા બે થી ત્રણ કાળામરી ચાવીને ખાવાથી શરદી, ઉધરસ તેમજ જૂની કફ ની સમસ્યા માથી મુક્તિ મળે છે. આ સાથે જ તુલસીના પાંદડા સાથે કાળામરી ખાવાથી શરદી મા રાહત મળે છે.

ગાજર નુ બનાવેલું પીણું : જે વ્યક્તિઓને હંમેશા ઉધરસ તેમજ શરદી રહેતી હોય તેમણે નિયમિત ગાજર ના રસ નુ સેવન કરવુ જોઈએ. ગાજર નો રસ રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે તેમજ કફ અને શરદી ને દુર ભગાડે છે.

આદુ તેમજ નમક : જો શરદી તેમજ તાવને લીધે ગળા મા દુખાવો થતો હોય તો આદુ ના નાના-નાના ટુકડા કાપીને તેમા નમક ભભરાવીને ખાવા જોઈએ. આવુ કરવાથી શરદી ઉધરસ તો ઠીક થાય જ છે સાથોસાથ બંધ ગળુ પણ ખુલી જાય છે.

નવશેકા પાણી સાથે નમક ના કોગળા : શરદી ઉધરસ થી રાહત મેળવવા માટે નવશેકા પાણીમા નમક ઉમેરીને કોગળા કરવા જોઈએ. શરદી ઉધરસ થી છુટકારો મેળવવા માટે નો આ સૌથી સહેલો તેમજ સરળ ઘરેલુ ઉપચાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *