આ ડોક્ટર ગર્ભવતી હોવા છતા પણ કરતા હતા કોરોના દર્દીઓ ની સારવાર, અંતે કોરોનાએ લીધો જીવ, આવા સેવાભાવી ડોક્ટર ને સલામ સાથે શ્રદ્ધાંજલિ….

મિત્રો, કોરોનાના આ સમયગાળા દરમિયાન એવી અનેકવિધ દુઃખદાયક ઘટનાઓ સામે આવી છે કે, જેના વિશે ફક્ત સાંભળીને જ આપણુ હૃદય થરથરી ઉઠે છે. હાલ, આવી જ એક ઘટના વિશે આપણે આજના આ લેખમા ચર્ચા કરીશુ. હાલ, તાજેતરમા જ કોરોનાની સમસ્યામા ફરજ બજાવતા દાકતર પ્રતીક્ષાનુ કરુણ મૃત્યુ પણ નીપજ્યુ છે.


આ ૩૨ વર્ષની ઉમર ધરાવતી દાકતર પ્રતિક્ષા વાલ્દેકર સાત માસનો ગર્ભ હોવા છતાપણ અમરાવતી ની ઇર્વિન હોસ્પિટલમા ફરજ બજાવતી રહી હતી. તે હોસ્પિટલના પેથોલોજી વિભાગમા કાર્ય કરતી હતી. થોડા દિવસ પહેલા તેણી આ હોસ્પિટલમા દર્દીઓની ફરજ બજાવતા સમયે કોરોનાની સમસ્યાથી સંક્રમિત થઈ ચુકી હતી.

શરૂઆતમા તો તે જ્યા કાર્ય કરતી હતી તે જ હોસ્પિટલમા તેની સારવાર કરવામા આવી હતી પરંતુ, તેની હાલત વધુ પડતી વણસી જતા તેને નાગપુર ખસેડવામા આવી હતી. છેલ્લા દસ દિવસથી તેની હાલત ખુબ જ નાજુક હતી, જેના કારણે તેને ઓક્સિજન પણ લગાવવુ પડ્યુ હતુ. સારવાર દરમિયાન પાંચ દિવસ પહેલા પ્રતીક્ષાના બાળકનુ ગર્ભાશયમા જ નિધન થયુ હતુ. ત્યારબાદ એક દિવસ રાત્રીના સમયે પ્રતીક્ષાએ પણ આ વિશ્વને અલવિદા કહી દીધુ હતુ. તેણીએ નાગપુરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

પ્રતીક્ષાના નિધનથી હેલ્થ ડિપાર્ટમેન્ટમા હોબાળો મચી ગયો હતો. એક ટ્વિટર યુઝર દ્વારા જ્યારે ટ્વિટર પર પ્રતીક્ષાના નિધનના સમાચાર શેર કર્યા તો લોકોએ તેણીના નિધન માટે અમરાવતીના તે હોસ્પિટલને જવાબદાર ગણાવી હતી કે જ્યા તે સાત માસનો ગર્ભ હોવા છતા પણ કાર્ય કરતી રહી હતી. હવે આ ઘટના પાછળ જવાબદાર કોણ છે? તેના વિશે તો આવનાર સમયમા જ ખ્યાલ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *