૪૦ની ઉંમર મા પણ ત્વચા થઇ જશે ૨૦ વર્ષ ના યુવાન જેવી, માત્ર રોજ લગાવો ઘર ની આ એક કુદરતી વસ્તુ
મિત્રો, હાલ વર્તમાન સમયમા લોકો નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ છે અને તેમની જીવનશૈલી પણ એટલી અનિયમિત હોય છે કે તે અનેકવિધ સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાઓ થી પીડાતા હોય છે. જો તમે સુંદર, નિખરેલી અને બેદાગ સ્કિન મેળવવા ઇચ્છતા હોવ તો દૂધની મલાઈ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. વિશેષ તો શિયાળા ની ઋતુમા ચામડી શુષ્ક અને બેજાન બની જાય છે.
આ સમયે પણ મલાઈનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મલાઈ આપણા શરીર ના સ્વાસ્થ્ય ની સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. ચામડી ની સમસ્યાઓ મા મલાઈ લગાવવા થી કેવી અસર થશે તેના વિશે અને તેના ઉપયોગ વિશે આજે આપણે આ લેખમા થોડી માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.
શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર :
મલાઈ એ આપણી રફ સ્કિન માટે સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર નુ કાર્ય કરે છે. તેમા સમાવિષ્ટ ઓઈલી ગુણ ના કારણે ચામડી પર એક લેયર બની જાય છે. જેથી તે સ્કિન ના મોઈશ્ચર ને લોક કરી દે છે અને શુષ્ક અને ઠંડા પવનમા પણ સ્કિન ચમકવા લાગે છે.
ખીલ અને દાગની સમસ્યા થાય છે દૂર :
જો તમારી ચામડીમા વધુ પ્રમાણમા ખીલ દેખાઈ રહ્યા હોય તો મલાઈમા થોડો લીંબુ નો રસ ઉમેરીને લગાવો. ત્યારબાદ સવારમા મોઢુ ધોઈ લો. ત્યારબાદ તેના થી ચામડી પર રહેલાં ખીલ અને દાગ ઝડપ થી દૂર થવા લાગશે.
કરચલીઓ ની સમસ્યા થાય છે દૂર :
તમારી આંખો ની આસપાસ અને મોઢા પર પડતી કરચલીઓ ને દૂર કરવામા પણ મલાઈ અસરકારક સાબિત થાય છે. રાત્રે દૂધ ની તાજી મલાઈમા સહેજ ચોખા નો લોટ ઉમેરીને મોઢા પર તેનો લેપ લગાવો. ૧૫ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવુ. તમારા મોઢા પર એક આકર્ષક ચમક દેખાશે.
ચામડી ને રાખે છે યુવા :
નિયમિત મોઢા પર મલાઈ લગાવવા થી તે લાંબા સમય સુધી યુવા રહે છે. તેમા સમાવિષ્ટ પ્રોટીન અને વિટામિન સ્કિન મા અમુક આવશ્યક રાસાયણિક પરિવર્તન લાવે છે, જેના થી સ્કિન યંગ રહે છે.