૪૦ લાખ બેરોજગારો માટે છે આ ખુશખબરી, દરેક ખાતાધારકો ના ખાતામા સરકાર નાખશે પૈસા, જાણો સમ્પૂર્ણ વિગત…

મિત્રો, હાલ આ કોરોના ના સંકટ સમયે બેરોજગારી નો સામનો કરેલા ઔદ્યોગિક કર્મચારીઓ માટે એક ખુબ જ સારા અને રાહત ના સમાચાર આવ્યા છે.  શ્રમ મંત્રાલય દ્વારા ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ હેઠળ રાહત વધારવાનો નિર્ણય અધિસૂચિત કરવામા આવ્યો છે. તેનાથી ઈ.એસ.આઈ.સી. ના ખાતાધારકોને અંદાજે ૫૦ ટકા જેટલુ બેરોજગારી ભથ્થુ આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અંદાજીત ૪૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે.

કોરોના સંકટમા નોકરી ગુમાવનાર લોકો માટે બેરોજગારી ભથ્થુ :

સરકારે નિયમોને હળવા કરતા એવુ નક્કી કર્યુ છે કે, કોરોનાના સંકટકાળમા નોકરી ગુમાવનાર કર્મચારીઓને ત્રણ મહિના સુધી ૫૦ ટકા જેટલુ બેરોજગારી ભથ્થુ આપવામા આવશે. આ લાભ તે કર્મચારીઓને મળશે, જેમણે ચાલુ વર્ષે ૨૪ માર્ચ પછી નોકરી ગુમાવી છે. અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના એ ઈ.એસ.આઈ.સી. દ્વારા સંચાલિત યોજના છે. આ સાથે જ આ યોજનાને ૧ જુલાઇ, ૨૦૨૦ થી એક વર્ષની મુદત માટે લંબાવી દીધી છે અને તે હવે ૩૦ જૂન, ૨૦૨૧ સુધી લાગુ રહેશે.

આ યોજનાથી મળશે અનેકવિધ કર્મચારીઓને લાભ :

૧ લી જાન્યુઆરી, ૨૦૨૧ થી આ યોજના અમલમા આવશે. આ યોજનાથી અનેકવિધ કર્મચારીઓને ફાયદો મળશે. જો કે, તેનાથી ઈ.એસ.આઈ.સી. પર ૬૭૧૦.૬૮ કરોડ રૂપિયાનો બોજો પડશે. ઈ.એસ.આઈ.સી. એ શ્રમ મંત્રાલય હેઠળ આવતુ એક સંગઠન છે. જે લોકોનુ પગારધોરણ ૨૦,૦૦૦ હજાર રૂપિયા સુધીનુ હોય તેવા કર્મચારીઓને ઈ.એસ.આઈ.સી. યોજના હેઠળ હોસ્પિટલની સુવિધા આપવામાં આવે છે.

કેવી રીતે મળશે લાભ ?

ઈ.એસ.આઈ.સી. પોતાના આંકડાઓ પ્રમાણે બેરોજગાર કર્મચારીઓને આ યોજનાનો લાભ આપશે. આ લાભ માટે કર્મચારી કોઇપણ ઈ.એસ.આઈ.સી. બ્રાન્ચમા જઇને સીધી અરજી શકે છે અને યોગ્ય વેરિફિકેશન બાદ તેના બેન્ક ખાતામા સીધી રકમ જમા થઇ જશે. આ માટે આધાર નંબરની પણ મદદ લેવામાં આવશે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી મુજબ કોરોના સંકટના લીધે લગભગ ૧.૯ કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. ફક્ત જુલાઇ માસમા જ ૫૦ લાખ કરતા પણ વધુ લોકો બેરોજગાર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *